સોનાક્ષીને ઝહીરે માર્યો દરિયામાં ધક્કો! જોઈ લ્યો VIDEO
સોનાક્ષી સિંહ અને ઝહીર ઈકબાલ બોલિવૂડના મોસ્ટ એડોરેબલ કપલ છે. બંનેનો મસ્તીભર્યો અંદાજ અને ક્યૂટ કેમેસ્ટ્રી ફેન્સના દિલ જીતી લે છે. આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે પતિ-પત્ની હોવાની સાથે ઝહીર અને સોનાક્ષી બેસ્ટ ફ્રેન્ડ પણ છે. ઝહીર પોતાની લેડી લવ સોનાક્ષી સાથે પ્રેન્ક કરવાની કોઈ તક નથી છોડતો.
આ પણ વાંચો: VIDEO: હૈદરાબાદમાં અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો અને તોડફોડ, 6 યુવકોની અટકાયત
હવે સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમને પણ હસવું આવશે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં સોનાક્ષી બિચ પર સમુદ્રની લહેરોને એન્જોય કરતી નજર આવી રહી છે. ત્યારે ઝહીરે પાછળથી જઈને સોનાક્ષીને જોરથી ધક્કો મારી દીધો. ધક્કો લાગવાથી સોનાક્ષી પાણીમાં ધડામથી પડી. સમુદ્રમાં પાણીની લહેરો એટલી ઝડપી હતી કે સોનાક્ષી ઊભી પણ થઈ શકતી નહોતી. ખૂબ મહેનત બાદ સોનાક્ષી મુશ્કેલથી ઊભી થઈ શકી. ત્યારબાદ તે બૂમો પાડતી ઝહીરની પાછળ ભાગી.
એક્ટ્રેસે તેના પતિને કહ્યું, 'હું તને મારી નાખીશ.' સોનાક્ષીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું- 'શાંતિથી વીડિયો પણ નહીં બનાવવા દે આ છોકરો'. આ સાથે એક્ટ્રેસે ગુસ્સાવાળી ઈમોજી પણ કેપ્શનમાં નાખ્યું છે. સોનાક્ષી અને ઝહીરના મસ્તીભર્યા અંદાજને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે સોનાક્ષી અને ઝહીર પરફેક્ટ મેચ છે. સોનાક્ષી-ઝહીરે આ વર્ષે જૂનમાં સાદગીથી લગ્ન કર્યાં હતા. લગ્ન બાદથી બંને વેકેશન પર નજર આવે છે.

