Bigg Boss 19માં WWEના ખતરનાક રેસલરની થશે એન્ટ્રી

ટીવીનો પ્રખ્યાત શો બિગ બોસ 19ને અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે. થોડા દિવસોમાં શો નો પ્રારંભ થશે. શોનું ટીઝર રિલીઝ થતાં ફેન્સને ઉત્સુકતા છે. પરંતુ હજુ સુધી સ્પર્ધકોનું ફાઈનલ લિસ્ટ બહાર આવ્યું નથી. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે શોનો વિષય રાજકારણ હોવાથી આવનારા સ્પર્ધકો પણ એટલા જ મજબૂત હશે.
હાલ એવા સમાચાર આવ્યા હતા કે બોક્સર માઈક ટાયસન બિગ બોસમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હવે આ ક્રમને આગળ વધારતા શોમાં વધુ એક દિગ્ગજની એન્ટ્રીના સમાચાર છે.
સ્પર્ધક તરીકે શું અંડરટેકર આવશે?
અહેવાલ છે કે રેસલિંગ લેજેન્ડ ધ અંડરટેકર બિગ બોસ સીઝન 19 નો ભાગ બની શકે છે. હાલમાં આ અંગે ચર્ચા ચાલી રહી છે. એક અહેવાલ મુજબ સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલા રિયાલિટી શોની 19મી સીઝનમાં તે એક અઠવાડિયા માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી શકે છે.
અંડરટેકર WWE ના દિગ્ગજ હસ્તીઓમાંથી એક છે. ભલે તે 2020થી પ્રોફેશનલ રીતે કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ અંડરટેકર હજુ પણ પોતાના કૌશલ્યથી કુસ્તીની દુનિયા પર રાજ કરી રહ્યો છે. તે છેલ્લે રિયાલિટી શો WWE LFG (લેજેન્ડ્સ અને ફ્યુચર ગ્રેટ્સ) માં મહત્વાકાંક્ષી કુસ્તીબાજોને કોચિંગ અને માર્ગદર્શન આપતા જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ ઉડી રહી છે કે બિગ બોસ 19 સિઝન માટે ડેડમેન અને તેમની ટીમ સાથે વાતચીત ચાલી રહી છે. એ જોવું રસપ્રદ રહેશે કે ડેડમેન શોમાં સૌથી વધુ કમાણી કરનારા સ્પર્ધકોમાંનો એક બની શકે છે.
શો માટે કેટલો ચાર્જ લેશે?
જણાવી દઈએ કે, આવું પહેલીવાર નથી જ્યારે WWE સ્ટાર શોમાં જોડાયો હોય. અગાઉ ગ્રેટ ખલી બિગ બોસ સીઝન 4 નો ભાગ હતો અને તે શોમાં રનર અપ બન્યો હતો. ખલીને શોમાં દર અઠવાડિયે 50 લાખ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જો અંડરટેકર શોમાં આવશે તો સ્વાભાવિક છે કે તે એક અઠવાડિયા કે તેથી વધુ સમય માટે તેનો હિસ્સો રહેશે. તે બિગ બોસમાં સૌથી વધુ ચૂકવણી થતા કલાકારોમાંનો એક હશે. આ શો 15 હરિફોથી શરૂ થશે અને ત્યાર બાદ તેમાં 3 3 વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થશે. બિગબોસ 19માં કુલ 18 કંટેસ્ટંટ ભાગ લેશે.

