વરૂણ ધવનની 'બેબી જૉન'માં આ રોલમાં જોવા મળશે સલમાન ખાન? અભિનેતાના કેમિયો પર આવ્યું અપડેટ
વરૂણ ધવનની એક્શન ફિલ્મ 'બેબી જૉન'આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં વરૂણ

વરૂણ ધવનની એક્શન ફિલ્મ 'બેબી જૉન'આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં વરૂણ ધવન જોરદાર એક્શન સીન્સ કરતો જોવા મળશે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સુપરસ્ટાર સલમાન ખાન પણ આ ફિલ્મમાં જોવા મળશે. સલમાન ખાન 'બેબી જૉન'માં કેમિયો રોલમાં જોવા મળશે. હવે સલમાન ખાનની ફિલ્મમાં ભૂમિકા વિશે નવી જાણકારી સામે આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન 'બેબી જૉન'માં એક સીનિયર પોલીસ અધિકારીને ભૂમિકા નીભાવતો જોવા મળશે. આ ભૂમિકા મૂળ રીતે તમિલ ફિલ્મ થેરીમાં પ્રભુએ નીભાવી હતી. કહેવામાં આવે છે કે સલમાન ખાનની પોલીસની ભૂમિકા ઘણી શાનદાર હશે જેને કારણે હવે પ્રશંસક પણ ઉત્સાહિત છે.
સલમાન ખાન પોતાની એક્શન ભૂમિકા અને સ્વેગ માટે જાણીતો છે માટે એટલી અને કાલિસે સુપરસ્ટાર સાથે કેટલાક લડાઇના દ્રશ્ય જોડ્યા છે. સલમાન ખાન કેટલાક ડાયલોગ સાથે એક સાહસી પોલીસ અધિકારીના રૂપમાં જોવા મળશે. મહત્ત્વપૂર્ણ છે કે સલમાન ખાનનો રોલ વરૂણ ધવનના ગુરૂના રૂપમાં જોવા મળશે.
'બેબી જૉન'માં વરૂણ ધવનનો રોલ એક પોલીસ અધિકારીનો છે, જે એક વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કર્યા બાદ પોલીસ ફોર્સ છોડી દે છે.
સલમાન ખાન કેટલાક એક્શન દ્રશ્યોનું શૂટિંગ કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કાલિસ અને લેખક સુમિત અરોરા આ સુનિશ્ચિત કરવામાં કોઇ કસર છોડવા નથી માંગતા કે તેનો કેમિયો તેમના ફેન્સ માટે એક ટ્રીટ હશે. એટલી, જ્યોતિ દેશપાંડે અને મુરાદ ખેતાની દ્વારા નિર્દેશીત 'બેબી જૉન' 25 ડિસેમ્બર, 2024માં થિયેટરમાં રિલીઝ થશે.








