મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરુખ સાથે કેમ કામ નથી કરતી તબુ? અભિનેત્રીએ જવાબ આપ્યો, 22 વર્ષ પહેલા આ ફિલ્મમાં જોવા મળી હતી આ જોડી

બોલિવૂડ એક્ટ્રેસ તબુ અત્યારે ‘ઔરોં મેં કહાં દમ થા’ માટે ચર્ચામાં છે. આ

શાહરુખ સાથે કેમ કામ નથી કરતી તબુ? અભિનેત્રીએ જવાબ આપ્યો, 22 વર્ષ પહેલા આ ફિલ્મમાં જોવા મળી હતી આ જોડી

બોલિવૂડ એક્ટ્રેસ તબુ અત્યારે ‘ઔરોં મેં કહાં દમ થા’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તબુ ફરી એકવાર અજય દેવગણ સાથે જોવા મળશે. તબુને હિન્દી સિનેમામાં લાંબો સમય થઈ ચૂક્યો છે અને આ દાયકાઓમાં અભિનેત્રીએ ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે, જેમાંથી ઘણા સ્ટાર્સ સાથે તેની જોડી અન્ય ફિલ્મોમાં પણ જોવા મળી હતી, પરંતુ આજ સુધી તબુએ શાહરૂખ ખાન સાથે કામ નથી કર્યું.

આ જોડી પહેલીવાર 22 વર્ષ પહેલા 2002માં આવેલી ફિલ્મ 'સાથિયા'માં જોવા મળી હતી, ત્યારબાદ ફેન્સ તેમની જોડીને ક્યારેય મોટા પડદા પર જોઈ શક્યા ન હતા. તબુએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં આ વિશે ખુલીને કહ્યું અને જણાવ્યું કે શા માટે તેણે અને શાહરૂખ ખાને ફરી સાથે કામ નથી કર્યું? જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેને અને શાહરૂખને ફરીથી સાથે કામ કરતા કોણે રોક્યા? તો તેના જવાબમાં તબુએ કહ્યું કે તે ફિલ્મ નિર્માતા કે લેખક નથી.

બંનેએ સાથે કામ કેમ ન કર્યું?

અભિનેત્રીએ કહ્યું કે, તે આ સવાલનો શું જવાબ શું આપે? તેણે એમ પણ કહ્યું કે, શાહરૂખે કઈ ફિલ્મો કરવી જોઈએ અને કઈ નહીં તેના પર તેનો કોઈ નિયંત્રણ નથી. તબુએ કહ્યું, 'હું નિર્માતા-નિર્દેશક નથી, હું રાઇટર કે સ્ક્રિનપ્લે નથી, હું ખરેખર નક્કી નથી કરી શકતી કે શાહરૂખ ખાન કોની સાથે કામ કરશે. બરાબર? બીજી કઈ ફિલ્મો બનવા જઈ રહી છે અને મને આગળ કઈ ફિલ્મોની ઑફર કરવામાં આવશે?

બંનેએ ઘણી ફિલ્મો રિજેક્ટ કરી

તબુએ વધુમાં કહ્યું કે, 'હું ફક્ત તેમને જ હા કે ના કહી શકું છું જે મને ઓફર કરવામાં આવી છે. વાત કરતાં તેણે આગળ કહ્યું, 'આવી ઘણી ફિલ્મો હતી, મને ખબર છે કે, મેં કઈ ફિલ્મો ના પાડી છે અને મને ખાતરી છે કે તેણે પણ કેટલીક ફિલ્મો ના પાડી હશે. અમારા રસ્તાઓ એકબીજાને મળે એવું કંઈ થયું નથી. પરંતુ મારે એ હકીકતનું સન્માન કરવું જોઈએ કે, ઘણા લોકો મને અને શાહરૂખને સાથે જોવા માગે છે. હું આને નજરઅંદાજ નહીં કરું.

'ઓમ શાંતિ ઓમ' માટે ભેટ આપવામાં આવી

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં તબુએ શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'ના ગીત 'દીવાનગી દીવાનગી'માં તેના કેમિયો વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે, શાહરૂખે ફિલ્મના આ ગીતમાં જોવા મળેલી તમામ સેલિબ્રિટીઓને દિલ ખોલીને મોંઘી ભેટ આપી હતી. તબુ અને અજય દેવગનની ફિલ્મ 'ઓરોં મેં કહાં દમ થા' જલ્દી જ સિનેમાઘરોમાં આવી શકે છે, જેની બંને સ્ટાર્સના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો