કરીના કપૂરે સાવકી દીકરી સારાના બર્થડેમાં ગિફ્ટ કર્યું કોળું? જાણો આખરે કેમ મોકલી આવી ભેટ
સારા અલી ખાન તેનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેની સાવકી મ

સારા અલી ખાન તેનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર તેની સાવકી માતા કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર સારા માટે ઘણો પ્રેમ વરસાવ્યો છે. કરીનાએ ડોન પોઝમાં સારા અને સૈફનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં એવી વાત લખી કે, તે દરેકના મગજમાં સવાલ ઉભો કરી રહી છે. જાણો કરીનાએ શું લખ્યું જેને વાંચીને ફેન્સ ચોંકી ગયા.
કરીનાએ ઠાલવ્યો પ્રેમ
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સારા અને સૈફનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં સૈફે બ્લેક કોટ અને પેન્ટ પહેર્યું છે અને સારાએ સફેદ શર્ટ સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા છે. આ સુંદર તસવીર સાથે કરીનાએ લખ્યું- 'હેપ્પી બર્થડે ડાર્લિંગ સારા, તને ઘણો પ્રેમ મોકલી રહી છું.'
કોળાનું શાક મોકલ્યું
આ સાથે કરીનાએ પોસ્ટમાં લખ્યું - 'હું કોળાનું શાક મોકલી રહી છું.' કરીનાએ કોળાનું શાક લખતાં જ ફેન્સ દંગ રહી ગયા. તેઓ સમજી શકતા નથી કે, કરીના તેની સાવકી દીકરીને આ ભેટ કેમ આપી રહી છે. સારાએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, તેને કોળાનું શાક ખૂબ જ પસંદ છે. આ જ કારણસર કરીનાએ સારાને તેના જન્મદિવસ પર કોઈ લક્ઝરી ગિફ્ટ નથી મોકલી પરંતુ તેની મનપસંદ વાનગી મોકલી છે.
https://www.instagram.com/saraalikhan95/
સારાની અપકમિંગ ફિલ્મો
સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની આગામી ફિલ્મોમાં 'મેટ્રો ઇન દિનોં'નો સમાવેશ થાય છે, જ્યારે એવા અહેવાલો છે કે, તે આયુષ્માન ખુરાના સાથે અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હેઠળ બનશે. સારા છેલ્લે ફિલ્મ 'એ વતન મેરે વતન'માં જોવા મળી હતી. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઈ હતી.








