સોનાક્ષી સિંહાના લગ્નમાં ભાઈ લવ સિંહા કેમ ન આવ્યા? ખુદ જણાવ્યું સાચું કારણ
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એક

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એક તરફ ઇન્ટરફેઇથ મેરેજને કારણે કપલને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, તો બીજી તરફ એવી ચર્ચા હતી કે, આ લગ્નથી અભિનેત્રીનો પરિવાર ખુશ નથી. એટલું જ નહીં, ભાઈ લવ સિંહા પણ હાજર રહ્યા ન હતા. લવ સિંહા તેની બહેન સોનાક્ષી સિંહાના લગ્નમાં જોવા મળ્યો ન હતો. થોડા સમય પહેલા અભિનેતાએ લગ્નમાં ન આવવાના સમાચાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. હવે અભિનેતાએ પોતે એક પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, તે તેની બહેનના લગ્નમાં હાજર રહ્યો ન હતો અને તેનું કારણ પણ આપ્યું છે.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કેમ્પેઈન પર બોલ્યો લવ
લવ સિંહાએ તાજેતરમાં જ X પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, શા માટે તે સોનાક્ષીના લગ્નમાં સામેલ નહોતો થયો. તેણે એક પછી એક ત્રણ ટ્વિટ શેર કર્યા. એક ટ્વિટમાં લવે લખ્યું, "મેં શા માટે ભાગ ન લેવાનું નક્કી કર્યું. મારા વિરુદ્ધ ખોટા આધારો પર ઓનલાઈન અભિયાન ચલાવવાથી એ હકીકતને બદલશે નહીં કે મારા માટે, મારો પરિવાર હંમેશા પહેલા આવે છે." આ પોસ્ટ બાદ અન્ય પોસ્ટમાં લવ સિંહાના ટ્વિટથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તેઓ શા માટે હાજર ન થયા.
લવે સોનાક્ષીના સસરા પર સાધ્યું નિશાન
લવ સિંહાએ તેના બીજા ટ્વિટમાં સંકેત આપ્યો કે, સોનાક્ષી સિંહાના સસરા ખોટા કામોમાં સામેલ છે. "પોતાના પારિવારિક વ્યવસાય વિશે કાળજીપૂર્વક તૈયાર કરેલા સમાચારો સાથે વરરાજાના પિતાની રાજકારણી સાથે નિકટતા જેવા ગ્રે એરિયા વિશે કોઈએ વાત નથી કરી." અભિનેતાએ આગળ કહ્યું, જેની ED તપાસ "વોશિંગ મશીન" માં ગાયબ થઈ ગઈ હતી. ન તો વરરાજાના પિતાના દુબઈમાં જીવતા રહેવાના કોઈ સંકેત હતા."
અન્ય એક ટ્વિટમાં લવ સિંહાએ લખ્યું, "કારણ એકદમ સ્પષ્ટ છે કે, હું શા માટે જોડાયો નથી અને અમુક લોકો સાથે કોઈ પણ રીતે જોડાઈશ નહીં. મને ખુશી છે કે, મીડિયાના એક સભ્યએ પીઆર ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહેલી કહાણીઓ પર વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાનું સંશોધન કર્યું."






