Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Why did Aamir Khan's girlfriend Gauri get angry at the paparazzi?

કેમ આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી ભડકી પાપારાઝી પર? જાણો, લોકોએ શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
કેમ આમિર ખાનની ગર્લફ્રેન્ડ ગૌરી ભડકી પાપારાઝી પર? જાણો, લોકોએ શું કહ્યું
સોર્સ : GSTV

હજુ ગઈકાલ સુધી જેનું નામ પણ કોઈને ખબર ન હતી એવી આમિરની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ હવે કોઈ સેલિબ્રિટી જેવો મિજાજ ધરાવતી થઈ ગઈ છે. હાલમાં તેણે પાપારાઝી ફોટોગ્રાફર્સને ખખડાવી નાખતાં લોકોએ તેને નવી જયા બચ્ચનનું બિરુદ આપી દીધું છે. 

App Store

ગૌરીએ પાપારાઝીને ખખડાવ્યા

ગૌરી વોક પર નીકળી હતી ત્યારે કેટલાક પાપારાઝીઓએ તેના ફોટા પાડવાના શરુ કર્યા હતા. ગૌરીએ તેમને પોઝ આપવાનો ઈનકાર કરી દીધો હતો, અને ઉલ્ટાનું એમ કહીને ખખડાવ્યા હતા કે, "મારો પીછો છોડી દો, મને એકલી રહેવા દો."

થોડા સમય પહેલા જ કરાવ્યો પરિચય

આમિર 2 વખત છૂટાછેડા લઈ ચૂક્યો છે. ગૌરી પણ ડાઈવોર્સી છે. આમિરે થોડા સમય પહેલાં જ પોતાની નવી પાર્ટનર તરીકે ગૌરીનો સૌને પરિચય કરાવ્યો હતો. ત્યારથી તે આમિર સાથે અનેક ઈવેન્ટસમાં દેખાય છે.