મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરૂખ ખાને રતન ટાટાના બિઝનેસ પ્રત્યેના જુસ્સાના વખાણ કરતા કહી હતી આ વાત

રતન ટાટા હવે આ દુનિયામાં નથી પરંતુ દિગ્ગજ ઉદ્યોગપતિ અને પરોપકારી પોતાની પાછળ કરોડો ફે

શાહરૂખ ખાને રતન ટાટાના બિઝનેસ પ્રત્યેના જુસ્સાના વખાણ કરતા કહી હતી આ વાત

રતન ટાટા હવે આ દુનિયામાં નથી પરંતુ દિગ્ગજ ઉદ્યોગપતિ અને પરોપકારી પોતાની પાછળ કરોડો ફેન્સ છોડી ગયા છે. શિક્ષણ અને હેલ્થકેરના ક્ષેત્રમાં તેમના યોગદાનથી લાખો લોકો પ્રભાવિત થયા હતા. દુનિયા    ભરમાં તેમને પસંદ કરનારા લોકો છે. બોલિવૂડ સેલેબ્સ પણ તેમને ખૂબ પસંદ કરતા હતા. બોલિવૂડના કિંગ ખાને પણ એક વખત રતન ટાટા વિશે વાત કરી હતી. ફોર્બ્સ ઈન્ડિયા સાથેના અગાઉના ઈન્ટરવ્યૂમાં શાહરૂખે બિઝનેસ પ્રત્યેના તેમના અભિગમની ચર્ચા કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, જોકે તે પોતાની જાતને એક બિઝનેસમેન તરીકે જોતો નથી, પરંતુ તે રતન ટાટા અને અઝીમ પ્રેમજીના જનુન અને તેમની સફળતાને દિશા આપનારા મૂલ્યોને પસંદ કરે છે.

રતન ટાટા વિશે કહી હતી આ વાત

શાહરૂખ ખાને રતન ટાટાના જુસ્સાની ખાસ કરીને તેમની નેનો કારની પ્રશંસા કરી હતી. જેને સામાજિક રીતે સંચાલિત ધ્યેયો સાથે બનાવવામાં આવી હતી. નેનો કાર ખૂબ જ સારા વિચાર સાથે લાવવામાં આવી હતી. હવે મને ખબર નથી કે તે કામ કરશે કે નહીં પરંતુ જે હેતુ માટે તે બનાવવામાં આવી હતી તે ખૂબ જ સ્પષ્ટ છે. ટાટા અને પ્રેમજી જેવા સફળ નેતાઓ માટે વ્યાપાર વ્યક્તિગત છે અને માત્ર નફો કરતાં વધુ પ્રેરિત છે.

રતન ટાટાના નિધન બાદ બોલિવૂડમાં શોકનો માહોલ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તે પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સની પોસ્ટ વાયરલ થઈ રહી છે. રતન ટાટાની એક્સ ગર્લફ્રેન્ડ સિમી ગરેવાલે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું- 'તેઓ કહે છે કે તમે ગયા છો.. તમારી ખોટ સહન કરવી ખૂબ મુશ્કેલ છે.. ખૂબ જ મુશ્કેલ.. મારા મિત્ર..રતન ટાટાને વિદાય.'

આ સમાચાર શેર કરો