મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

થિયેટર બાદ હવે OTT પર આવશે 'મંજુલિકા', જાણો ક્યારે અને ક્યા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે 'ભૂલ ભુલૈયા 3'

આ દિવાળી બોક્સ ઓફિસ પર ખૂબ ધમાકેદાર રહી, કારણ કે આ વખતે બે મોટી મલ્ટીસ્ટારર ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાઈ હ

થિયેટર બાદ હવે OTT પર આવશે 'મંજુલિકા', જાણો ક્યારે અને ક્યા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે 'ભૂલ ભુલૈયા 3'

આ દિવાળી બોક્સ ઓફિસ પર ખૂબ ધમાકેદાર રહી, કારણ કે આ વખતે બે મોટી મલ્ટીસ્ટારર ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાઈ હતી. એક તરફ, જ્યાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન તેમની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' લઈને થિયેટરમાં આવ્યા હતા, તો બીજી તરફ અજય દેવગણ પણ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અક્ષય કુમાર સાથે 'સિંઘમ અગેઇન' લઈને થિયેટરમાં આવ્યો હતો.

આ પણ વાંચો: શાહરુખ-કાજોલની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, ફિલ્મમાં કિંગ ખાન બન્યો હતો વિલન

રોહિત શેટ્ટી અને અનીસ બઝમી દ્વારા નિર્દેશિત આ બે ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. હવે ફેન્સ આ ફિલ્મોની OTT પર સ્ટ્રીમ થવાની રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે કાર્તિક આર્યન સ્ટારર 'ભૂલ ભુલૈયા 3' ક્યારે અને ક્યા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

'ભૂલ ભુલૈયા 3' કયા પ્લેટફોર્મ પર આવશે?

કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' ને ભલે ક્રિટીક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. જ્યારે પણ કોઈ ફિલ્મ થિયેટરમાં આવે છે, ત્યારે ફેન્સ તેના OTT પર આવવાની રાહ જુએ છે.

હવે 'ભૂલ ભુલૈયા 3' ક્યારે અને ક્યા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે તેને લઈને કેટલીક અટકળો ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ફિલ્મ આ વર્ષે નહીં, પરંતુ આવતા વર્ષે OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મના રાઈટ્સ નેટફ્લિક્સે ખરીદ્યા છે.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જાન્યુઆરી 2025માં સ્ટ્રીમ થશે. જો કે, નિર્માતાઓએ OTT સ્ટ્રીમ અંગે કોઈ ઓફિશિયલ માહિતી શેર નથી કરી.

ફિલ્મની અત્યાર સુધીની કમાણી

કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર 'ભૂલ ભુલૈયા 3' એ માત્ર 13 દિવસમાં સ્થાનિક બોક્સ ઓફિસ પર 230 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જ્યારે ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 300 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ડબલ રોલમાં છે.

જ્યાં વિદ્યા બાલને 17 વર્ષ પછી 'મંજુલિકા' નું પાત્ર ભજવીને ફેન્સના દિલ જીતી લીધા હતા, ત્યારે માધુરી દીક્ષિતે પણ તેની પ્રથમ હોરર ફિલ્મમાં ભૂતિયા પાત્ર ભજવીને બધાને ચોંકાવી દીધા હતા. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પણ મુખ્ય ભૂમિકામાં હતી, જેણે ફિલ્મમાં કાર્તિક આર્યનની પ્રેમિકા અને રાજકુમારીની ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર શેર કરો