Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : What regrets does Javed Akhtar have?

Javed Akhtar ને કઈ વાતનો અફસોસ સતાવી રહ્યો છે?

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Javed Akhtar ને કઈ વાતનો અફસોસ સતાવી રહ્યો છે?
સોર્સ : GSTV

અમુક  તારા આકાશમાં એક  મોટો ઝબકારો  કરીને અસ્ત થઈ જાય છે. તાજેતરમાં   અવસાન પામેલા વેટરન  ફિલ્મ ડિરેક્ટર  ચન્દ્રા બારોટ (૮૬) સાથે એવું જ બન્યું.  તેઓ  પોતાની  આખી કરીઅરમાં  એક જ બ્લોક બસ્ટર  મૂવી 'ડોન' આપી શક્યા, જેના રાઈટર સલીમ-જાવેદ  હતા અને જેમાં અમિતાબ બચ્ચને  ડબલ રોલ કર્યો  હતો. 'ડોન' એમની  ડેબ્યુ  ફિલ્મ અને એ એક કલ્ટ ક્લાસિક બની રહી.

App Store

ચન્દ્રા બારોટને  ઈન્ડસ્ટ્રીની  જાણીતી  હસ્તીઓએ  અંજલિ  આપી પણ એ બધામાં જાવેદ અખ્તરની  શ્રધ્ધાંજલિ  સૌથી જુદી અને નોંધવા લાયક હતી.  બહુ ઓછા લોકો જાણે છે  કે ૧૯૭૮માં રિલીજ થયેલી 'ડોન' અમિતાભની પહેલી સોલો સુપરહિટ ફિલ્મ હતી એ પેહલાની બચ્ચનની હિટ મૂવીઝ મલ્ટીસ્ટારર હતી.  એક્શન- થ્રિલર ડોનએ  બિગ બીની  સાથોસાથ  સલીમ-જાવેદને પણ સ્ટારડમ અપાવ્યું હતું.  પરંતુ  ફિલ્મના  સુકાની બારોટ લાઈમલઈટથી દૂર જ રહ્યાં .

લાઈમલાઈટથી  દૂર જ રહ્યાં એનો ઉલ્લેખ  કરતાં  જાવેદસાબ  કહે છે, 'યે ઈન્ડસ્ટ્રી કુછ અજીબ તરહ સે ચલતી  હૈ.  ડોનને સુપર સક્સેસ મળી હતી. મને યાદ છે કે ડોન બાદ ચન્દ્રા બારોટ વિનોદ ખન્નાને લઈને  ફિલ્મ  બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતા. એનું રંગેચંગે એનાઉન્સમેન્ટ પણ થયું. પરંતુ એ ફિલ્મ શરૂ જ ન થઈ.  તેઓ  દિલીપ કુમાર સાથે  પણ કોઈ મૂવી વિશે વાતચીત કરી રહ્યાં  હતાં. પરંતુ એનું શું થયું મને એની ખબર નથી.  બારોટની ચિરવિદાય બાદ આ કહેવું યોગ્ય ગણાય કે નહિ એ વિશે  હું ચોક્કસ નથી પરંતુ  ડોન માટે એમને જટેલી  ક્રેડીટ મળે એના  કરતા તેઓ વધુ ડિઝર્વ  કરતા હતા. એ કદાચ  અમિતાભની  પહેલી સોલો હિટ ફિલ્મ હતી.

ડોનને એક કલ્ટ ક્લાસિકનું બિરુદ આપી અખ્તર  એની ખાસિયતો ગણાવે છે.  એ પોતાના પ્રકારની એક અનોખી મૂવી હતી. ડોન એ સમયની ફિલ્મોની  જેમ મેલોડ્રામા પર ફોકસ નહોતું  રાખ્યું.  એમાં કોઈ પાત્રની બેકસ્ટોરી નહોતી  અને માત્ર એક્ટર્સની ટેલેન્ટેડને આધારે નહોતો બનાવાયો. મને આજેય યાદ છે કે રિશી કપૂરે ડોન જોયા બાદ પોતાની વિચક્ષણ સ્ટાઈલમાં  કહ્યું હતું કે આખી  ફિલ્મ  એક ટ્રેલર જેવી લાગે છે.  તેઓ આવી કમેન્ટ કરીને એવું કહેવા માગતા હતા કે ફિલ્મમાં  એક અલગ જ પ્રકારનો ટેમ્પો જળવાયો છે અને  એ બારોટના વિજનને આભારી  હતો. એમણે આ સ્ટાઈલ શોધી હતી અને મારા મતે એ યુનિક હતી.'

અત્રે  નોંધવું ઘટે કે જાવેદના પુત્ર ફરહાને વરસો બાદ  શાહરૂખ ખાનને લઈને  ડોનની રિમેક  બનાવી હતી.   રિમેક પણ એક સફળ  ફિલ્મ  હતી. એ કબુલવાની  સાથોસાથ  જાવેદસાબ પોતાની લાગણી  પ્રામાણિકતાપણે દર્શાવવાનું  ચુકતા નથી.  હું મારી ડોનને હમેશાં વફાદાર  રહીશ.  મારે મને ડોન એટલે ૧૯૭૮માં રિલીઝ થયેલી  ઓરિજિનલ ફિલ્મ,  જેની સ્ક્રીપ્ટ સલીમ-જાવેદે લખી હતી.