મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO : વિધાર્થિનીએ પોતાના ખભા પરથી હટાવ્યો થલપતિ વિજયનો હાથ, લોકો ભરાયા ગુસ્સે, જાણો કેમ?

સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપી નથી. જો કે તેનો એક વીડિયો હાલમાં સો

VIDEO : વિધાર્થિનીએ પોતાના ખભા પરથી હટાવ્યો થલપતિ વિજયનો હાથ, લોકો ભરાયા ગુસ્સે, જાણો કેમ?

સાઉથના સુપરસ્ટાર થલપતિ વિજયની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપી નથી. જો કે તેનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં 10મા ધોરણની એક વિધાર્થિની તેના ખભા પરથી સુપરસ્ટારનો હાથ હટાવતી જોવા મળે છે. ફેન્સ આને લઈને ગુસ્સે છે કારણ કે આ એક અધૂરો વીડિયો છે. હકીકતમાં થલપતિ વિજય તાજેતરમાં તમિલગા વેત્રી કઝગમ દ્વારા આયોજિત દ્વિતીય વાર્ષિક શિક્ષણ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા માટે ચેન્નાઈ પહોંચ્યા હતા. જ્યાં ધોરણ 10 અને 12ના શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સુપરસ્ટાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.

ક્લિપમાં 10મા ધોરણના વિધાર્થિનીને થલપતિ વિજય એવોર્ડ આપતો જોવા મળે છે. પરંતુ જ્યારે અભિનેતા વિધાર્થીનીના ખભા પર હાથ મૂકે છે, ત્યારે તે તેને દૂર કરે છે અને તેનો હાથ પકડીને પોઝ આપતી જોવા મળે છે.

જો કે, આ અધૂરો વીડિયો એક યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના કારણે ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયા યુઝર્સ  એડિટ કરેલા વીડિયોની ટીકા કરતા જોવા મળી રહ્યા છે.

આ સિવાય ચાહકોએ આખો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં થલપતિ વિધાર્થિની સાથે પોઝ આપતો જોવા મળે છે. આ વીડિયોની સાથે ચાહકોએ લખ્યું કે, તમે અડધો વીડિયો કાપી નાખ્યો છે. આ ઇરાદાપૂર્વક હતું અથવા તમને લાગ્યું કે તમે જે ઇચ્છો છો તે તમને મળી ગયું છે.  યુઝરે લખ્યું, સોશિયલ મીડિયા પર વ્યુ  વધારવા માટે કંઈપણ

આ સમાચાર શેર કરો