Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Triptii Dimri of 'Animal' fame buys a palatial bungalow, the price is just this

'એનિમલ' ફેમ  Triptii Dimri એ ખરીદ્યો આલીશાન બંગલો, કિમત છે માત્ર આટલી 

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2024
લાઇવ ટીવીGoogle News
'એનિમલ' ફેમ  Triptii Dimri એ ખરીદ્યો આલીશાન બંગલો, કિમત છે માત્ર આટલી 

અભિનેતા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'એનિમલ' ફેમ અભિનેત્રી Triptii Dimriએ પોતાના અભિનય અને સુંદરતાથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. રાતોરાત નેશનલ ક્રશ બની ગયેલી Triptii Dimriને આ ફિલ્મથી અપાર સફળતા મળી. ત્યારથી તૃપ્તિ તેના આગામી ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. દરમિયાન, સમાચાર છે કે અભિનેત્રીએ એક આલીશાન બંગલો ખરીદ્યો છે.

App Store

કરોડો રૂપિયામાં થયો સોદો 

રિપોર્ટ્સ અનુસાર, તૃપ્તિએ મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં કાર્ટર રોડ પર ગ્રાઉન્ડ પ્લસ બે માળનો બંગલો ખરીદ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લક્ઝુરિયસ પ્રોપર્ટીની કિંમત 14 કરોડ રૂપિયા છે. દસ્તાવેજો અનુસાર આ ડીલ પર 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી છે. બંગલાના કુલ એરિયામાં 2,226 ચોરસ ફૂટનો જમીન વિસ્તાર અને 2,194 ચોરસ ફૂટનો બિલ્ટ-અપ એરિયાનો સમાવેશ થાય છે, જેના માટે 3 જૂન, 2024ના રોજ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું.

બાંદ્રામાં ઘણા સ્ટાર્સનું ઘર

હવે તૃપ્તિએ મુંબઈના બાંદ્રા ઉપનગરમાં પોતાના માટે એક આલીશાન ઘર પણ ખરીદ્યું છે. ઉપનગરમાં બોલિવૂડની ઘણી હસ્તીઓનું ઘર છે. તૃપ્તિનું ઘર પોશ વિસ્તાર કાર્ટર રોડ પાસે આવેલું છે જ્યાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રેખા જેવા બોલિવૂડ સ્ટાર્સ રહે છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આ વિસ્તારમાં રહે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી હવે તેના કો-સ્ટાર રણબીર કપૂરની પાડોશી બની ગઈ છે. હવે ફેન્સ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહ્યા છે.

જ્યારે તૃપ્તીએ રણબીર સાથેના તેના ઈન્ટીમેટ સીન પર તેના માતા-પિતાની પ્રતિક્રિયા જણાવી 

તૃપ્તિ ફિલ્મ 'એનિમલ'થી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. જો કે, તેના અભિનય કરતાં વધુ, તૃપ્તિ રણબીર કપૂર સાથેના તેના અંતરંગ દ્રશ્યો માટે ચર્ચામાં હતી. એક ઈન્ટરવ્યુમાં તેણે બોલ્ડ સીન્સ અંગે તેના માતા-પિતાની પ્રતિક્રિયા જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે, "જ્યારે મારા માતા-પિતા આ દ્રશ્ય  જોઈ રહ્યા હતા, ત્યારે તેઓ સંપૂર્ણપણે ચોંકી ગયા હતા.  મારા માતા-પિતાને થોડું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે અમે ફિલ્મોમાં આવું ક્યારેય જોયું નથી અને તે આ કર્યું. તેમને તે દ્રશ્ય ભુલવામાં સમય લાગ્યો. જો કે, તેઓએ મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. તેઓએ કહ્યું, 'તારે  આવું ન કરવું જોઈતું હતું, પરંતુ તે ઠીક છે.'

તૃપ્તિની આવનારી ફિલ્મો

અભિનેત્રીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રાજકુમાર રાવ સાથે 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'માં જોવા મળશે. આ સાથે તે હાલમાં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન સાથે 'ભૂલ ભૂલૈયા 3'નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે વિકી કૌશલ અને એમી વિર્ક સાથે કરણ જોહરની 'બેડ ન્યૂઝ' અને સિદ્ધાંત ચતુર્વેદી સાથેની 'ધડક 2' પણ છે.