Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Tripti Dimri celebrated her 32nd birthday with a millionaire businessman

Photos: Tripti Dimriએ કરોડપતિ બિઝનેસમેન સાથે મનાવ્યો 32મો જન્મદિવસ, ઈન્ટરનેટ પર તસવીરો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Photos: Tripti Dimriએ કરોડપતિ બિઝનેસમેન સાથે મનાવ્યો 32મો જન્મદિવસ, ઈન્ટરનેટ પર તસવીરો વાયરલ
સોર્સ : GSTV

Tripti Dimri Birthday Special: બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ પોતાનો 32મો જન્મદિવસ ઉજવ્યો છે. તૃપ્તિએ ધમાકેદાર અંદાજમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસના બર્થડે સેલિબ્રેશનના વીડિયો અને ફોટોઝ સોશિયલ માડિયા પર છવાઈ ગયા છે. 

App Store

કોણ છે કરોડપતિ બિઝનેસમેન? જેને ગુપચુપ ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી, બર્થડે તસવીરો વાઈરલ 2 - image

એક્ટ્રેસના રુમર્ડ બોયફ્રેન્ડની સ્પેશિયલ વિશ

તૃપ્તિને તેના બર્થડે પર ચાહકો અને સેલિબ્રિટીઓ તરફથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે. પરંતુ સૌથી સ્પેશિયલ વિશ તેને પોતાના રુમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ તરફથી મળી છે.

કોણ છે કરોડપતિ બિઝનેસમેન? જેને ગુપચુપ ડેટ કરી રહી છે તૃપ્તિ ડિમરી, બર્થડે તસવીરો વાઈરલ 3 - image

સેમ સાથે તૃપ્તિએ મનાવ્યો જશ્ન

સેમ મર્ચન્ટે તૃપ્તિના બર્થડે સેલિબ્રેશનના ઘણા ઈનસાઈડ વીડિયો પણ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યા છે. એક વીડિયોમાં તૃપ્તિ પોતાના નજીકના લોકો સાથે જશ્ન મનાવી રહી છે. તે કેક કટ કરતી નજર આવી. સેમ પણ તૃપ્તિની પાર્ટીમાં પણ હાજર રહ્યો હતો. સેમ મર્ચન્ટની પોસ્ટ્સ જોયા બાદ ચાહકો તૃપ્તિ સાથેના તેના સંબંધોને કન્ફર્મ માની રહ્યા છે. જોકે, બંનેએ હજુ સુધી પોતાના સબંધોને ઓફિશિયલ નથી કર્યા. 

કોણ છે તૃપ્તિનો બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ?

તૃપ્તિ અને સેમના સંબંધ વાત કરીએ તો તેઓ ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બંનેન ઘણી વાર સાથે વેકેશન એન્જોય કરતા પણ સ્પોટ થયા છે. તૃપ્તિના રુમર્ડ બોયફ્રેન્ડની વાત કરીએ તો તે એક મોડેલ તરીકે કામ કરી ચૂક્યો છે. હવે તે બિઝનેસની દુનિયામાં એક્ટિવ છે. તે અનેક રેસ્ટોરન્ટનો માલિક છે, જેમાંથી તે તગડી કમાણી કરે છે.

બીજી તરફ તૃપ્તિ વર્ક ફ્રન્ટ પર પોતાના કરિયરમાં ખૂબ સારું કરી રહી છે. ટૂંકા સમયમાં તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની મોટી ઓળખ બનાવી લીધી છે. ફિલ્મ 'એનિમલ' બાદથી તેના કરિયરને જબરદસ્ત બૂસ્ટ મળ્યો છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં બિગ બજેટ ફિલ્મ 'સ્પિરિટ'માં જોવા મળશે.