48 વર્ષની ઉંમરે પણ લગ્ન કરવા તૈયાર ભારતની 'મિસ યુનિવર્સ', કહ્યું- 'સામાજિક દબાણ કે અન્ય...'
અભિનેત્રી સુષ્મિતા સેન તેના રિલેશનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની શરતો પર જીવન જીવે છે. સુષ્મિતા જ

અભિનેત્રી સુષ્મિતા સેન તેના રિલેશનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની શરતો પર જીવન જીવે છે. સુષ્મિતા જેટલી અદ્ભુત અભિનેત્રી છે એટલી જ સુંદર વ્યક્તિ પણ છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલા સવાલોના જવાબ આપતી જોવા મળી હતી. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે તે ક્યારે લગ્ન કરવા જઈ રહી છે.
સુષ્મિતા તેના અંગત જીવન પ્રત્યે કૂલ વલણ ધરાવે છે. પછી તે તેની ડેટિંગ લાઈફ વિશે હોય કે લગ્ન વિશે, તે દરેક પ્રશ્નનો ખુલ્લેઆમ જવાબ આપે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે, 'જુઓ, મેં ક્યારેય લગ્ન કરવાની ના પાડી નથી. હું લગ્ન કરવા તૈયાર છું, પરંતુ સામાજિક દબાણ કે અન્ય કોઈ કારણોસર નહીં, હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને તે વ્યક્તિ યોગ્ય લાગશે અને તે તમામ બાબતોમાં ફિટ થઈ જશે.'
એક્સ પાર્ટનર સાથે મિત્રતા એ જટિલ
ઇન્ટરવ્યુમાં સુષ્મિતા સેનને પૂછવામાં આવ્યું કે, શું તેના એક્સ પાર્ટનર્સ સાથે હજી પણ મિત્રતા છે? જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું કે, 'આ થોડી જટિલ બાબત છે, પરંતુ હું મારો અનુભવ કહીશ. વાસ્તવમાં તમે તમારા એક્સ સાથે મિત્રતા કેળવી શકો છો. ઘણા લોકો તેમના એક્સ સાથે મિત્રતા તો કરી લે છે, પરંતુ બાદમાં તેની મર્યાદાઓ અને સીમાઓ બાંધી શકતા નથી. પરંતુ આ મામલે હું ભાગ્યશાળી છું. આજે પણ મારા ઘણા એક્સ પાર્ટનર્સ મારા સારા મિત્રો છે.'
જીવનના પડકારોનો સામનો
સુષ્મિતા સેનએ જીવનના પડકારોનો સામનો કરવા માટે આત્મસન્માન અને ગૌરવ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. અભિનેત્રીએ કહ્યું, 'મારૂ જીવન હંમેશા ખુલ્લી કિતાબ રહ્યું છે. કારણકે, હું ખૂબ જ પ્રમાણિકતા અને નીડરતાથી જીવી રહી છું. તમે તમારા જીવનનો એક જ રંગ લોકો સમક્ષ રજૂ ન કરો. પરંતુ તમે વાસ્તવમાં કેવા છો, કોણ છો, તે જણાવો.'






