આ અભિનેતાની ફિલ્મે ખાન્સ અને કપૂરને છોડી દીધા પાછળ! ઓપનિંગ ડે પર રચ્યો ઈતિહાસ

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય સિનેમાએ વિશ્વભરમાં પોતાનું નામ ગુંજતું કર્યું છે, પરંતુ આજે અમે તમને એવી ફિલ્મ અને અભિનેતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ઈતિહાસ રચી દીધો અને આશ્ચર્યની વાત એ છે કે, આ ન તો કોઈ ખાન છે કે ન તો કપૂર, તો આખરે આ કોણ છે?
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય સિનેમાએ જે વૃદ્ધિ બતાવી છે, તે અત્યંત આશ્ચર્યજનક છે. આ દરમિયાન ઘણી ફિલ્મો આવી, જેમણે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી. આ ફિલ્મોએ એટલા નોટ છાપ્યા કે નિર્માતાઓ પણ ગણતા-ગણતા થાકી ગયા, પરંતુ જેમણે ખરેખર તબાહી મચાવી તે કોઈ બોલિવૂડ ફિલ્મ ન હતી, આ મૂવીએ ટિકિટ ખડકી પર એટલા નોટ ભેગા કર્યા કે, કલેક્શન ગણનારાઓના પરસેવા છૂટી ગયા. ચાલો જાણીએ કે તે કઈ ફિલ્મ હતી અને અભિનેતા કોણ છે, જેમણે ખાન્સ અને કપૂરની છુટ્ટી કરી દીધી.
કોણ છે આ રેકોર્ડ તોડનાર સુપરસ્ટાર?
ભારતની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ આપનારનો રેકોર્ડ કોઈ બોલિવૂડના નહીં પરંતુ હવે એક સાઉથ સુપરસ્ટારના નામે નોંધાયો છે અને તે બીજું કોઈ નહીં પરંતુ, લાખો લોકોના ફેવરિટ અલ્લુ અર્જુન (Allu Arjun) છે. બે દાયકાના કરિયરમાં તેમણે મોટું સ્થાન હાંસલ કર્યું, પરંતુ 'પુષ્પા' સિરીઝે તેમને આખા દેશના આઇકન બનાવી દીધા.
આ ફિલ્મે પહેલા જ દિવસે 179.25 કરોડની કમાણી કરી હતી.

