મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Manoj Bajpayee Birthday / ‘ભીખુ મ્હાત્રે’ થી ‘શ્રીકાંત તિવારી’ સુધી, આ છે મનોજ બાજપેયીના 8 દમદાર પાત્રો

જ્યારે પણ બોલિવૂડના સૌથી દમદાર અભિનેતાઓના નામ લેવામાં આવે છે, ત્યારે મનોજ બાજપેયીનું નામ ચોક્કસપણે તે લિસ્ટમાં આવે

Manoj Bajpayee Birthday / ‘ભીખુ મ્હાત્રે’ થી ‘શ્રીકાંત તિવારી’ સુધી, આ છે મનોજ બાજપેયીના 8 દમદાર પાત્રો

જ્યારે પણ બોલિવૂડના સૌથી દમદાર અભિનેતાઓના નામ લેવામાં આવે છે, ત્યારે મનોજ બાજપેયીનું નામ ચોક્કસપણે તે લિસ્ટમાં આવે છે. મનોજ બાજપેયીને તેની ફિલ્મો અને તેના દમદાર પાત્રોએ અભિનયના બાદશાહ બનાવી દીધા છે. આજે, અભિનેતાના 55મા જન્મદિવસના ખાસ અવસર પર, અમે તેના કલ્ટ-ક્લાસિક પાત્રો વિશે વાત કરીશું. અમે તમને જણાવીશું કે મનોજ બાજપેયીના સૌથી દમદાર પાત્રો કયા છે અને તે કઈ ફિલ્મોમાં ભજવવામાં આવ્યા હતા.

ભીખુ મ્હાત્રે

‘સત્યા’ 3 જુલાઈ 1998ના રોજ રિલીઝ થઈ હતી. અંડરવર્લ્ડ પર આધારિત ફિલ્મોમાં આ એક કલ્ટ-ક્લાસિક ફિલ્મ છે. મનોજ બાજપેયીએ ‘સત્યા’માં ડોન ભીખુ મ્હાત્રેની ભૂમિકા ભજવી હતી. ‘મુંબઈ કા કિંગ કોન, ભીખુ મ્હાત્રે’, આ ડાયલોગ આજે પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. આ ફિલ્મે મનોજ બાજપેયીનું નસીબ ચમકાવ્યું હતું.

સમર પ્રતાપ સિંહ

ફિલ્મ ‘શૂલ’માં મનોજ બાજપેયીએ એક ઈમાનદાર પોલીસ ઓફિસર સમર પ્રતાપ સિંહની ભૂમિકા ભજવી હતી. આજે પણ લોકો ટીવી પર આ ફિલ્મ જુએ છે. અભિનેતાનું આ પાત્ર પણ ખૂબ જ દમદાર અને યાદગાર હતું.

રાશિદ

આંખોમાં આંસુ લાવી દે તેવી ફિલ્મ ‘પિંજર’ મનોજ બાજપેયીની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મ હતી. ફિલ્મમાં, તે બદલો લેવા માટે એક હિંદુ છોકરીનું અપહરણ કરે છે અને બાદમાં તેના પ્રેમમાં પડે છે. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં તેના પાત્રને જોયા બાદ યશ ચોપરાએ તેને ‘વીર ઝરા’ ઓફર કરી હતી.

વિરેન્દ્ર પ્રતાપ

મનોજ બાજપેયી ફિલ્મ ‘રાજનીતિ’માં વીરેન્દ્ર પ્રતાપની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ‘રાજનીતિ’ ફિલ્મનો ડાયલોગ ‘કરારા જવાબ મિલેગા’ આજે પણ પ્રસિદ્ધ છે.

સરદાર ખાન

‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં પિતાના મૃત્યુનો બદલો લેનાર સરદાર ખાનને કોણ ભૂલી શકે છે. મનોજ બાજપેયીની આ ફિલ્મની સાથે તેના પાત્રના પણ હજુ વખાણ થાય છે.

શ્રીનિવાસ રામચંદ્ર સિરસ

‘અલીગઢ’માં મનોજ બાજપેયીની ભૂમિકા તેમની કારકિર્દીના સૌથી શાનદાર પાત્રોમાંની એક રહી છે. આ ફિલ્મમાં તેણે ગે પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરસની ભૂમિકા ભજવી હતી.

શ્રીકાંત તિવારી

‘ધ ફેમિલી મેન’ મનોજ બાજપેયીની સૌથી લોકપ્રિય વેબ સિરીઝ છે. અત્યાર સુધીમાં તેની બે સિઝન આવી ચૂકી છે અને બંનેની ખૂબ પ્રશંસા થઈ છે. આ સિરીઝમાં શ્રીકાંત તિવારીના રોલમાં મનોજ બાજપેયીના ખૂબ જ વખાણ થયા છે.

ગણપતરાવ ભોસલે

મનોજ બાજપેયી ફિલ્મ ‘ભોસલે’માં ગણપતરાવ ભોસલેના રોલમાં જોવા મળ્યા હતા. આ પાત્ર માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આ સમાચાર શેર કરો