VIDEO: મોટો ધમાકો! વિવાદો વચ્ચે થલાપતી વિજયની ‘જન નાયકન’ પાસ! જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ!
થલાપતી વિજયની મોસ્ટ અવેટેડ અને વિવાદાસ્પદ ફિલ્મ 'જન નાયકન'ને આખરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી ગઈ છે. સીબીએફસીએ આ ફિલ્મને ‘A’ (ફક્ત પુખ્ત વયના લોકો માટે - Adults Only) સર્ટિફિકેટ આપ્યું છે. જોકે, ફિલ્મમાં કયા સીન કે ડાયલોગ્સ બદલવામાં આવ્યા છે કે કાપવામાં આવ્યા છે, તેની માહિતી હજુ સામે આવી નથી.
જણાવી દઈએ કે, 'જન નાયકન'ના મેકર્સે ડિસેમ્બર 2025માં ફિલ્મને સર્ટિફિકેટ માટે સેન્સર બોર્ડ પાસે મોકલી હતી, કારણ કે આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.
શા માટે અટકી હતી ફિલ્મ?
સેન્સર બોર્ડે ફિલ્મને સીધું સર્ટિફિકેટ આપવાને બદલે તેને 'રિવાઇઝિંગ કમિટી' પાસે મોકલી દીધી હતી. બોર્ડને કેટલીક એવી ફરિયાદો મળી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મમાં કેટલાક સીન ધાર્મિક લાગણીઓ અને સશસ્ત્ર દળો (Armed Forces)ને આપત્તિજનક રીતે દર્શાવે છે. આ વિવાદને કારણે રિલીઝના થોડા દિવસો પહેલા જ ફિલ્મનું સર્ટિફિકેશન અટકી પડ્યું હતું.

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો મામલો
CBFC તરફથી લીલી ઝંડી ન મળતા પ્રોડક્શન હાઉસ 'કેવીએન પ્રોડક્શન્સ' (KVN Productions) એ મદ્રાસ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. મેકર્સે દલીલ કરી હતી કે ફિલ્મ રિલીઝમાં વિલંબ થવાને કારણે તેને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જે ફિલ્મ હજુ સુધી પબ્લિક સામે સ્ક્રીન જ નથી થઈ, તેની સામે અગાઉથી ફરિયાદો કેવી રીતે થઈ શકે?
આ ફિલ્મને બ્રિટિશ બોર્ડ ઓફ ફિલ્મ ક્લાસિફિકેશન (BBFC) તરફથી '15 રેટિંગ' સહિત 25થી વધુ આંતરરાષ્ટ્રીય દેશોમાં સર્ટિફિકેટ મળી ચૂક્યું છે.
શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો આદેશ કર્યો હતો, પરંતુ CBFCએ તેને ડિવિઝન બેન્ચમાં પડકાર્યો અને સ્ટે મેળવી લીધો. ત્યારબાદ મેકર્સ સુપ્રીમ કોર્ટ પણ ગયા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતે દખલ કરવાનો ઇનકાર કરીને મામલો ફરી મદ્રાસ હાઈકોર્ટમાં જ ચલાવવા કહ્યું હતું.
ક્યારે રિલીઝ થશે 'જન નાયકન'?
મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ 24 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વાયરલ પોસ્ટ અનુસાર: "ફાઇનલી! આપણા પોતાના થલાપતી વિજય 'જન નાયકન' સાથે મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. યોર્ક સિનેમા કેનેડામાં આ ફિલ્મ રિલીઝ કરશે. 24 જુલાઈથી થિયેટરોમાં ધમાલ મચશે. એક જબરદસ્ત થિયેટ્રિકલ સેલિબ્રેશન માટે તૈયાર થઈ જાઓ."

