VIDEO: અમેરિકાનો ચાબહાર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો
અમેરિકાએ ઈરાનના દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચાબહાર પર પહેલીવાર મોટો સૈન્ય હુમલો કર્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલા સીઝફાયર બાદ આ વિસ્તારમાં અમેરિકાની આ પ્રથમ મોટી સૈન્ય કાર્યવાહી છે. આ હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા હવે હોર્મુઝથી આગળ વધીને ઈરાનના હિંદ મહાસાગર સાથે જોડાયેલા દરિયાકાંઠાના વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યું છે. હુમલા દરમિયાન ચાબહાર શહેરમાં એક પછી એક અનેક બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સતત થયેલા ધડાકા બાદ રાહત અને બચાવ કામગીરીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઅને નુકસાનની સમીક્ષા શરૂ કરી હતી. અહેવાલો મુજબ, આ હુમલામાં પોર્ટની જેટી, મરીન ટ્રાફિક કંટ્રોલ ટાવર અને આસપાસના સૈન્ય મથકોને નુકસાન થયું છે, જ્યારે સામાન્ય નાગરિકોના વિસ્તારો અને ઓઇલ જેવા મહત્ત્વના માળખાને જાણીજોઈને નુકસાનથી બચાવી લેવાયા છે.

