પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે સલમાનની બર્થડે ગિફ્ટ મોકૂફ, હવે આ દિવસે આવશે 'સિકંદર'નું ટીઝર
સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો ગુરુવાર સાંજથી જ ઉત્સાહિત છે અને તેનું કારણ છે તેમના ફેવરિટ સ્ટારનો 59મો જન્મદિવસ. 27

સુપરસ્ટાર સલમાન ખાનના ચાહકો ગુરુવાર સાંજથી જ ઉત્સાહિત છે અને તેનું કારણ છે તેમના ફેવરિટ સ્ટારનો 59મો જન્મદિવસ. 27 ડિસેમ્બર 1965ના રોજ જન્મેલ સલમાન શુક્રવારે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આ ખાસ અવસર પર સલમાન તેના ચાહકોને મોટી ભેટ આપવા જઈ રહ્યો હતો. ગુરુવારે જ તેણે જાહેરાત કરી હતી કે તેની નવી ફિલ્મ 'સિકંદર'નું ટીઝર ગુરુવારે આવશે.
આ પણ વાંચો : પૂર્વ પીએમ મનમોહન સિંહ પર બનેલી એકમાત્ર ફિલ્મ, વિવાદો છતાં પણ કરી હતી કરોડોની કમાણી
આ જાહેરાતને કારણે તેના ચાહકો અને બોલિવૂડમાં ભારે ઉત્તેજના છે કારણ કે 'સિકંદર' વિશે ઘણા રસપ્રદ અહેવાલો સામે આવી રહ્યા છે. પરંતુ હવે શુક્રવારે 'સિકંદર'નું ટીઝર નહીં આવે. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર 'સિકંદર'ની ટીમે તેમને શ્રદ્ધાંજલિ રૂપે આ નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા મેકર્સે જાણકારી આપી, આપણાં સન્માનિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીના નિધનને ધ્યામાં રાખીને, અમે આ જાહેરાત કરી છે કે 'સિંકદર'નું ટીઝર 28 ડિસેમ્બર, સવારે 11 વાગ્યાને 7 મિનિટ માટે મુલવતી રાખવામાં આવ્યું છે. દેશની શોકની ઘડીમાં અમારી સંવેદના તેની સાથે છે. આ સમજવા બદલ આભાર.
તમને જણાવી દઈએ કે, 'સિકંદર'ને લઈને ઉત્સાહ છે કારણ કે સલમાન 'ગજની' ફેમ ડિરેક્ટર એ. આર. મુરુગાદોસ સાથે કામ કરી રહ્યાં છે. નિર્માતાઓએ વચન આપ્યું છે કે આ ફિલ્મમાં સલમાન પડદા પર એવા અવતારમાં જોવા મળશે જેમાં તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. ફિલ્મમાં ઘણા મજબૂત એક્શન સીન છે અને સલમાન ફિલ્મમાં 'માસ' સ્ટાઈલમાં જોવા મળશે.






