Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : South's superstar's health is deteriorating, he was admitted to the hospital

સાઉથના આ સુપરસ્ટારની લથડી તબિયત, હોસ્પિટલમાં કરાયા દાખલ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સાઉથના આ સુપરસ્ટારની લથડી તબિયત, હોસ્પિટલમાં કરાયા દાખલ
સોર્સ : Google

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાને લઇ એક મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, વિજયને ડેન્ગ્યુ થયો છે, જેને લઈને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે. એવા સમાચાર છે કે હોસ્પિટલમાં તેનો આખો પરિવાર પણ હાજર છે અને તેની સંભાળ રાખી રહ્યા છે.

App Store

વિજયની તબિયત ખરાબ 

વિજયની સાથે હોસ્પિટલમાં તેમના ચાહકો પણ હાજર છે. તેના ચાહકો ખૂબ ચિંતામાં છે, ચાહકોને આશા છે કે તે સારવાર બાદ જલદી સાજો થઈ ઘરે પાછો ફરશે.

વિજય 'ડોન 3'માં નજર આવી શકે છે

વિજય ‘ડોન 3’માં નજર આવી શકે છે. પહેલાં એવી ચર્ચા થઈ હતી કે વિક્રાંત મેસી આ ફિલ્મમાં એક મહત્ત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે, પરંતુ હવે એવી ચર્ચા થઈ રહી છે કે વિજય આ ફિલ્મમાં વિક્રાંતને રોલથી રિપ્લેસ કરી શકે છે. આ બાબતે હજી સુધી વિક્રાંત કે વિજય દ્વારા કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. આ ફિલ્મના દિગ્દર્શક ફરહાન અખ્તર છે. અને તેણે પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.