લગ્નના માત્ર 2 મહિના પછી જ સોનાક્ષી સિંહા વેચી રહી છે એ ઘર જેમાં કર્યા હતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન
સોનાક્ષી સિન્હાએ ઝહીર ખાન સાથે જે ઘરમાં લગ્ન કર્યા તે ઘર હવે વેચાવા જઈ રહ્યું છે. ઘણા

સોનાક્ષી સિન્હાએ ઝહીર ખાન સાથે જે ઘરમાં લગ્ન કર્યા તે ઘર હવે વેચાવા જઈ રહ્યું છે. ઘણા સમાચાર અહેવાલોમાં આનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સમાચારથી જ્યાં ફેન્સ આશ્ચર્યચકિત થયા છે, ત્યારે સોનાક્ષીને પણ પોતાનો એપાર્ટમેન્ટ વેચવાના સમાચાર પસંદ આવ્યા છે. જે બાદ આ સમાચારોએ વધુ જોર પકડ્યું છે. અત્યારે લોકો એ વાત પચાવી નથી શકતા કે જે ઘરમાં થોડા દિવસ પહેલા સોનાક્ષીએ ઝહીર સાથે લગ્ન કર્યા હતા તે ઘર તે આટલા જલ્દી વેચી કેમ રહી છે?
મુંબઈના બાંદ્રા વેસ્ટમાં છે એપાર્ટમેન્ટ
સોનાક્ષી સિન્હાએ આ એપાર્ટમેન્ટ વર્ષ 2023માં ખરીદ્યું હતું જે મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં છે. આ સી ફેસિંગ બંગલામાંથી માહિમ ખાડી અને બાંદ્રા વર્લી સી લિંકને પણ જોઈ શકાય છે. આ બંગલો 4 BHK છે. જે 4200 સ્ક્વેર ફૂટમાં બનેલ છે. આ સંપૂર્ણ ફર્નિશ્ડ એપાર્ટમેન્ટમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. રિપોર્ટ્સ મુજબ સોનાક્ષી આ આલીશાન બંગલો 25 કરોડ રૂપિયામાં વેચી રહી છે.
કેવી રીતે ફેલાયા ઘર વેચવા વેચવાના સમાચાર?
સોનાક્ષી સિંહાએ આ એપાર્ટમેન્ટ વેચ્યાના સમાચાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી આવ્યા છે. રિયલ એસ્ટેટ એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં આ બંગલા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એટલું જ નહીં આ વીડિયોમાં સોનાક્ષીના ઘરનો દરેક ખૂણો પણ બતાવવામાં આવ્યો છે. સોનાક્ષી સિંહાએ પણ આ પોસ્ટ લાઈક કરી છે. જે બાદ સોનાક્ષીના લક્ઝરી એપાર્ટમેન્ટ વેચાયાના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યા છે.






