Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : SOCIAL CÍRCUL

Chitralok : SOCIAL સર્કલ 

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Chitralok : SOCIAL સર્કલ 

વિકી કૌશલઃ એક ઔર બાયોપિક? 

App Store

જો બધું સમુસૂતરું પાર પડયું નસીબ જોર કરતું હશે તો વિકી કૌશલ નજીકના ભવિષ્યમાં ગુરુ દત્તની બાયોપિકમાં નજરે પડશે. સાચ્ચે, બાયોપિક બનાવવા માટે ગુરુ દત્ત કરતાં ચઢિયાતી ફિલ્મી હસ્તી કોઈ હોઈ ન શકે. કેટલું ડ્રામેટિક એમનું જીવન હતું. અલ્ટ્રા મીડિયા એન્ટરટેઇન્મેન્ટ ગ્રુપ પાસે આ બાયોપિક બનાવવાના રાઇટ્સ છે. એના સીઈઓ રજત અગ્રવાલ કહે છે કે આમ તો બોલિવુડમાં ટેલેન્ટેડ એક્ટરો ઘણા છે, પણ અમારી નજર વિકી કૌશલ પર ઠરી રહી છે. જોકે આ બાયોપિક ફિલ્મના સ્વરૂપમાં હશે કે વેબ સિરીઝના સ્વરૂપમાં તે હજુ નક્કી થઈ રહ્યું છે. ખેર, આ તો ભેંશ ભાગોળે ને છાશ છાગોળે જેવી વાત થઈ. અમે તો કહીએ છીએ કે ગુરુ દત્તની બાયોપિક માટે વિકી કૌશલ પરફેક્ટ કાસ્ટિંગ છે. તમારું શું કહેવું છે? વિકીએ આ મામલે હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી. એ તો રૂપાળા ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં બિઝી છે.

જેનિલિયાના સિતારા

આમિર ખાનની એક વાત તો કહેવી પડે. એ કોણ જાણે ક્યાં ક્યાંથી ભૂલે-બિસરે કલાકારોને શોધી લાવે છે અને પોતાની ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકાઓમાં એને ફિટ કરી દે છે. સાક્ષી તન્વરનો દાખલો લો. બાલાજીની ટીવી સિરિયલને કારણે પાર્વતભાભી તરીકે જાણીતી સાક્ષી પછી તો ખોવાઈ ગઈ હતી. વર્ષો પછી અચાનક એ 'દંગલ'માં આમિરની પત્નીના રોલમાં દેખાઈ, જેમાં એણે અસરકારક પર્ફોર્મન્સ આપ્યું. હવે જેનિલિયા ડિસૂઝા વર્ષો બાદ બોલિવુડની કોઈ ફિલ્મોમાં દેખાવાની છે. તે છે, આમિર ખાનની આગામી ફિલ્મ 'સિતારે જમીં પર'. જેનિલિયાએ કરીઅરની શરૂઆતમાં આમિરના ભૂલાઈ ચૂકેલા ભાણિયા ઇમરાન ખાન સાથે 'જાને તૂ યા જાને ના' નામની ફિલ્મ કરી હતી, યાદ છે? છેલ્લાં કેટલાય વર્ષોથી એ પતિદેવ રિતેશ દેશમુખ, બન્ને દીકરાઓ અને સોશિયલ મીડિયા પર કોમેડી રીલ્સ ને શોર્ટ્સ બનાવવામાં બિઝી હતી. એમ તો વચ્ચે વચ્ચે એણે થોડી અન્યભાષી ફિલ્મો પણ કરી હતી. 'સિતારે જમીં પર' એક ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. જોઈએ, આ ફિલ્મ થકી એની કરીઅર કેવો વળાંક લે છે. બાય ધ વે, એની અને એના દીકરાની આ તસવીર સુપર ક્યુટ છે.

લારા દત્તાઃ અલવિદા, પાપા

આજે તો કોણ મિસ ઇન્ડિયા બન્યું છે ને કોણ મિસ યુનિવર્સ - મિસ વર્લ્ડ વગેરેમાં ભાગ લેવા જવાનું છે વગેરે જાણવામાં લોકોને કોઈ રસ હોતો નથી, પણ આજથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની વાત સાવ જુદી હતી. બ્યુટી પેજન્ટ્સને લોકો ભારે રસપૂર્વક ફોલો કરતા હતા. મીડિયામાં બ્યુટી ક્વીન્સનો ખૂબ દબદબો રહેતો હતો. એટલે જ લારા દત્તા, પ્રિયંકા ચોપડા અને દિયા મિરઝા - આ ત્રણેય જણીયું ૨૦૦૦ની સાલમાં અનુક્રમે મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ અને મિસ ઇન્ટરનેશનલ બની ત્યારે તરખાટ મચી ગયો હતો. લારા દત્તા અને પ્રિયંકા ચોપડાની ફિલ્મી કરીઅર એકસાથે જ શરૂ થઈ હતી, 'અંદાજ' (૨૦૦૩) ફિલ્મથી. મહત્ત્વાકાંક્ષા, આત્મવિશ્વાસ અને ભરપૂરી મહેનત કરવાની ક્ષમતાથી છલકછલક થતી પ્રિયંકાની કરીઅર તો ક્યાંની ક્યાં નીકળી ગઈ, પણ લારાની કરીઅર ક્યારેય જમાવટ ન કરી શકી. એનીવે. સમાચાર એ છે લારા એક ફૌજી ફેમિલીની દીકરી છે અને એના પિતાજી વિંગ કમાન્ડર એલ. કે. દત્તાનું તાજેતરમાં, લારા મિસ યુનિવર્સ બની તે ઘટનાને ૨૫ વર્ષ પૂરાં થયાં તેનું સેલિબ્રેશન પૂરું થયું તે પછી થોડા જ સમય પછી, નિધન થઈ ગયું છે. લારાએ શેર કરેલી આ તસવીરમાં બાપ-બેટીની જોડી ક્યુટ લાગે છે, નહીં?