સિંગર શાનની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, શોર્ટ સક્રિટને કારણે બની ઘટના

બોલિવૂડ સિંગર શાનની મુંબઈના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હતી. જોકે, ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કરી દીધું હતું, જે બાદ થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
આ પણ વાંચો: દિલજીત દોસાંઝ અને એપી ધિલ્લોનના વિવાદ પર બોલ્યો આ ફેમસ રેપર, કહ્યું- 'અમે જે ભૂલ કરી...'
ન્યૂઝ એજન્સી ANIએ શાનની બિલ્ડિંગનો વીડિયો શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે બિલ્ડિંગના એક એપાર્ટમેન્ટની બારીમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. ઘટનાસ્થળે ફાયર ફાયટર અને ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. શાને તેની બિલ્ડિંગમાં લાગેલી આગને લઈને હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

