VIDEO: અનંત-રાધિકાના લગ્નમાં સુરક્ષાકર્મી સાથે દલીલ કરવા પર ટ્રોલ થઈ શનાયા, યુઝર્સે કહ્યું...‘મૂવી 0, એટિટ્યુડ 100%'
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ 12મી જ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે. બંનેએ 12મી જુલાઈએ Jio વર્લ્ડ સેન્ટરમાં સાત ફેરા લીધા હતા, જેમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓએ તેમની હાજરી નોંધાવી હતી. લગ્નથી લઈને શુભ આશીર્વાદ અને રિસેપ્શન સુધીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ દરમિયાન એક વીડિયોએ યુઝરનું સૌથી વધુ ધ્યાન ખેંચ્યું, જેમાં સંજય કપૂરની લાડલી દીકરી શનાયા કપૂર જોવા મળી રહી છે.
આ વાયરલ વીડિયોમાં શનાયા અનંત-રાધિકાના લગ્નમાં તૈનાત સુરક્ષા ગાર્ડ સાથે દલીલ કરતી જોવા મળે છે. શનાયાનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર યુઝર્સ એક્ટ્રેસને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં સ્ટાર કિડ શનાયા સફેદ રંગના કુર્તામાં જોવા મળી રહી છે. તેણે તેના વાળ બાંધી રાખ્યા છે અને તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ આવે છે. વીડિયોમાં ટૂંક સમયમાં ડેબ્યૂ કરનારી શનાયા લગ્ન સ્થળ પર સિક્યોરિટી ગાર્ડ સાથે દલીલ કરતી જોવા મળે છે.
સિક્યોરિટી સાથે દલીલ કરતી જોવા મળી શનાયા કપૂર
આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કથિત રીતે દલીલ ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષા ગાર્ડે શનાયા કપૂરને લગ્નની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવેલા પ્રોટોકોલ મુજબ તેની હેન્ડબેગ ચેક કરવા કહ્યું. આ વીડિયોને એક TikTok યુઝરે શેર કર્યો છે, જે લગ્નમાં હાજર હતો. યુઝરે જણાવ્યું કે, શનાયાની ગાર્ડ સાથે દલીલ થઈ જ્યારે સુરક્ષાકર્મીએ સ્થળમાં પ્રવેશતા પહેલા તેની બેગ તપાસવાનું કહ્યું. અન્ય યુઝર્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.
જોરદાર ટ્રોલ થઈ રહી છે શનાયા
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર એક યુઝરે લખ્યું, 'શનાયા કપૂર - 0 મૂવી પર્સન્ટેજ, 100 ટકા એટિટ્યુડ'. અન્ય એક યુઝરે લખ્યું, 'બહેન, તારી તો હજુ કારકિર્દી પણ શરૂ નથી થઈ. તારે આભાર માનવો જોઈએ કે ઓછામાં ઓછા આ મહેનતુ સુરક્ષા કર્મચારીઓ તમને થોડું અટેન્શન આપી રહ્યા છે. તો કેટલાક યુઝર્સે શનાયાના વર્તનને બાલિશ ગણાવ્યું હતું અને કેટલાકે તેને શાંત રહેવાની સલાહ પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે, શનાયા ટૂંક સમયમાં સાઉથના સુપરસ્ટાર મોહનલાલની ફિલ્મ 'વૃષભા'થી પોતાના કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.






