મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

શાહરૂખ ખાનની આંખોમાં છે આ સમસ્યા, મુંબઈમાં યોગ્ય સારવાર ન મળતા હવે USA જઈ કરાવશે ટ્રીટમેન્ટ

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અભિનેતા

શાહરૂખ ખાનની આંખોમાં છે આ સમસ્યા, મુંબઈમાં યોગ્ય સારવાર ન મળતા હવે USA જઈ કરાવશે ટ્રીટમેન્ટ

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને થોડા સમય પહેલા હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તેની આંખોમાં સમસ્યા છે જેના કારણે તેને સારવાર માટે USA જવું પડશે. આ પહેલા તેણે મુંબઈમાં તેની આંખની સારવાર કરાવી હતી પરંતુ અહીં સારવારમાં મુશ્કેલી હોવાથી તેને તાત્કાલિક USA લઈ જવામાં આવશે.

એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાન આ વખતે આંખની સારવાર કરાવી રહ્યો છે. શાહરૂખ ખાન 29 જૂને સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ગયો હતો પરંતુ ત્યાં યોગ્ય સારવાર થઈ શકી ન હતી. જેના કારણે તેને USA લઈ જવામાં આવી રહ્યો છે.

આંખોમાં આ સમસ્યા થઈ

રિપોર્ટ અનુસાર, હવે શાહરૂખને USA મોકલવામાં આવી રહ્યો છે. જેથી તે જાણવા માટે કે તે કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એવી અપેક્ષા છે કે સુપરસ્ટાર આજે એટલે કે મંગળવાર 30 જુલાઈએ USA જવા રવાના થશે.

ટૂંક સમયમાં ફિલ્મમાં જોવા મળશે

શાહરૂખ ખાને મે મહિનામાં સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા ખુલાસો કર્યો હતો કે, તે 2024માં ફિલ્મના સેટ પર જવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં તેના અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ જલ્દી જ દીકરી સુહાના સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન વિલનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સુહાના શાહરૂખ સાથે એક્શન કરતી પણ જોવા મળશે. તે છેલ્લે ‘ડંકી’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ સાથે તાપસી પન્નુ લીડ રોલમાં જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો