મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'સંધ્યા બિંદની' આ શોના સેટ પર મોટી દુર્ઘટનાનો શિકાર બની, પ્લાયવુડ બોર્ડ પડી જવાથી ઘાયલ થઈ

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ હેડ

'સંધ્યા બિંદની' આ શોના સેટ પર મોટી દુર્ઘટનાનો શિકાર બની, પ્લાયવુડ બોર્ડ પડી જવાથી ઘાયલ થઈ

પોપ્યુલર ટીવી એક્ટ્રેસ દીપિકા સિંહ પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. પરંતુ હાલ તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ દીપિકા સિંહ તેના શો 'મંગલ લક્ષ્મી'ના શૂટિંગ દરમિયાન ઘાયલ થઈ હતી. ટીવી શોના શૂટિંગ દરમિયાન અભિનેત્રીની પાછળ મૂકવામાં આવેલ એક મોટું અને ભારે પ્લાયવુડ બોર્ડ તેના પર પડ્યું. જેના કારણે તેને પીઠ પર ઈજા થઈ હતી. તેમ છતાં દીપિકાએ શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

પીડા હોવા છતાં શૂટિંગ ચાલુ રાખ્યું

દીપિકાને પીઠના ઉપરના ભાગમાં ઈજા પહોંચી છે. જ્યારે તે મુંબઈના ફિલ્મ સિટીમાં આ સીનનું શૂટિંગ કરી રહી હતી ત્યારે ભારે પવનને કારણે પ્લાયવૂડનું મોટું બોર્ડ તેના પર પડ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર 'દિયા ઔર બાતી હમ' અભિનેત્રી પીડાથી ચીસો પાડવા લાગી અને તેના કો-સ્ટાર નમન તરત જ તેની મદદ કરવા દોડી ગયો હતો. 

આઈસ પેક લગાવીને સીન શૂટ કર્યા 

ત્યારબાદ નજીકના સ્ટુડિયોમાં ડાન્સ શો શૂટ થઈ રહ્યો હતો ત્યાંથી મેકર્સે આઈસ પેક  પણ મંગાવ્યું હતું. આઈસ પેક લગાવ્યા બાદ દીપિકા સિંહે તેના બને તેટલા સીન શૂટ કર્યા જો કે જ્યારે દર્દ તીવ્ર બન્યું ત્યારે તેણે સેટ છોડવો પડ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડા હોવા છતાં અભિનેત્રીએ શૂટિંગ ચાલુ રાખ્યું હતું, પરંતુ તેની પીઠમાં સોજો વધવાને કારણે તેને શૂટિંગ બંધ કરી દીધું હતું. 

આ સમાચાર શેર કરો