Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Salman Khan's video goes viral on social media, know what happened in the car or angry actor

VIDEO: સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો વીડિયો વાયરલ, જાણો કારમાં એવું તો શું બન્યું કે ગુસ્સે થયો એક્ટર

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સલમાન ખાનનો સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગુરુવારનો છે. વાસ્તવમાં, સલમાન ગણપતિ બાપ્પાના દર્શન કરવા રાજનેતા આશિષ શેલારના ઘરે પહોંચ્યો હતો. જ્યારે આ વાતની લોકોને ખબર પડી ત્યારે આશિષ શેલારના ઘરની બહાર ભારે ભીડ ભેગી થઈ હતી. સલમાન બહાર આવ્યા કે તરત જ ભીડ બેકાબૂ થઈ ગઈ હતી.

App Store

પછી શું થયું?

લોકો સલમાનને મળવા અને તેને જોવા માટે એક્ટરની કારની ખૂબ નજીક પહોંચી ગયા હતાં અને કેટલાક ફેન્સ તો ગાડી પર ચઢવાનો પ્રયાસ પણ કરવા લાગ્યા હતાં. આવામાં સલમાનના ડ્રાઇવર માટે સામેનો રસ્તો જોવો મુશ્કેલ બની ગયો હતો. તેણે ગાડી આગળ વધારી અને કારનું પૈડું એક ફેનના પગ પર ચઢી ગયું હતું. સલમાને જેવું આ જોયું કે તરત જ તે ગુસ્સે થઈ ગયો હતો. તેણે ડ્રાઇવરના હાથ પર માર્યું અને ધમકાવતા ગાડી તરત જ પાછળ લેવા માટે કહ્યું હતું.

સલમાનનો વીડિયો જોઈને લોકો શું કહી રહ્યા છે?

જ્યારે આ ઘટનાનો નાનો સરખો વીડિયો સામે આવ્યો ત્યારે લોકોએ સલમાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. લોકોને લાગ્યું કે સલમાન પોતાના ડ્રાઇવર સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે. જોકે, પાછળથી જ્યારે પૂરો વીડિયો સામે આવ્યો ત્યારે લોકોને આખો મામલો સમજાયો. હવે સોશિયલ મીડિયા યુઝર્સ સલમાનના વખાણ કરી રહ્યા છે. તે કહી રહ્યા છે કે સલમાન હંમેશા પોતાના ફેન્સનું ધ્યાન રાખે છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News