VIDEO: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કોકરોચ બનવાની કરી વાત, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ
સોર્સ : gstv
ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પોતાની સાથે થયેલા કથિત અન્યાયનો ઉલ્લેખ કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતે પણ કોકરોચ બનવા ઈચ્છતા હોવાનું જણાવ્યું છે. હાલમાં ભારતમાં યુવાનો દ્વારા શરૂ કરાયેલું કોકરોચ જનતા પાર્ટી નામનું વ્યંગાત્મક આંદોલન બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે ભારે ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દ્વારા યુવાનો માટે વંદો અને પરજીવી શબ્દોનો ઉપયોગ થયા બાદ આ પ્રતીક વિશેષ ચર્ચામાં આવ્યું છે, જેના સંદર્ભમાં માલ્યાના આ નિવેદને રાજકીય અને સોશિયલ મીડિયા વર્તુળોમાં નવું ધ્યાન ખેંચ્યું છે.

