મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

હેલને આજના ડાન્સર્સને આપી ચેલેન્જ, 85 વર્ષની ઉંમરે સલમાન ખાનની સાવકી મા શું કરવા જઈ રહી છે?

બોલિવૂડ અભિનેત્રી હેલનને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ તેમના જમાનાની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. હ

હેલને આજના ડાન્સર્સને આપી ચેલેન્જ, 85 વર્ષની ઉંમરે સલમાન ખાનની સાવકી મા શું કરવા જઈ રહી છે?

બોલિવૂડ અભિનેત્રી હેલનને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ તેમના જમાનાની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. હેલન તેમના ડાન્સ માટે જાણીતાં હતાં. તેમણે મહેબૂબા મહેબૂબા, મેરા નામ ચિન ચિન ચુ, પિયા તુ અબ તો આજા જેવા ઘણા સુપરહિટ ગીતો પર ડાન્સ કર્યો છે. ઈન્ડસ્ટ્રીમાં જ્યારે પણ આઈટમ સોંગ્સની વાત કરવામાં આવે છે ત્યારે દરેકના હોઠ પર હેલનનું નામ સૌથી પહેલા આવે છે. હેલન હવે 85 વર્ષનાં થઈ ગયા છે અને તેમણે હાલમાં જ આજના ડાન્સર્સને ચેતવણી આપી છે. હેલને કંઈક એવું કરવાનું શરૂ કર્યું છે જેનાથી તે ખુદને એનર્જેટિક મહેસુસ કરે છે.

હેલને પિલાટે સેશન શરૂ કર્યું છે જેનાથી તે એનર્જેટિક ફીલ કરી રહ્યાં છે અને હવે તેમના ઘૂંટણનો દુઃખાવો પણ ગાયબ થઈ ગયો છે. યાસ્મીન કરાચીવાલા હેલનને વર્કઆઉટ કરાવી રહી છે. યાસ્મિને હેલન સાથે વાત કરતા એક વીડિયો શેર કર્યો છે, જેમાં હેલન પણ વર્કઆઉટ કરતાં જોવા મળી રહ્યાં છે.

ઘૂંટણનો દુઃખાવો થયો ગાયબ

યાસ્મીન સાથે વાત કરતી વખતે હેલન કહે છે - 'મારા ઘૂંટણમાં તકલીફ છે, મારે ઈન્જેક્શન લેવા પડે છે, મને ચાલવા માટે પણ સપોર્ટની જરૂર પડતી પણ હવે હું મારી જાતે ચાલી શકું છું.' હેલન તેમના ડાન્સ માટે જાણીતાં છે. તેમણે કહ્યું કે, હવે હું કદાચ ફરી ડાન્સ કરી શકીશ. આજના ડાન્સરોને ચેલેન્જ આપતા તેણે કહ્યું કે, હું પરત ફરી રહી છું.

પિલાટેના એક પણ સેશન મિસ નથી કરતાં હેલન

હેલને જણાવ્યું કે, પહેલા તે પિલાટે સેશન સ્કિપ કરતાં હતાં પરંતુ જ્યારથી તેમણે આ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ એક પણ સેશન ચૂકતાં નથી. તેઓ એનર્જેટિક મહેસુસ કરે છે. હેલને હસતાં હસતાં કહ્યું – હવે હાઇ માટે માટે ડ્રિન્કિંગ અને સ્મોકિંગની જરૂર નથી. હેલનને આ ઉંમરે વર્કઆઉટ કરતા જોઈને ફેન્સ તેના વખાણ કરવાનું બંધ નથી કરી રહ્યા અને વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

હેલને સલીમ ખાન સાથે કર્યા છે લગ્ન

હેલેન તેની પ્રોફેશનલ લાઈફ તેમજ તેમના અંગત જીવનને લઈને લોકોમાં ચર્ચાનો વિષય રહ્યાં છે. તે ઘણીવાર સલીમ ખાન સાથેના લગ્નને લઈને ચર્ચામાં રહ્યાં છે. તેમણે સલીમ ખાન સાથે લગ્ન કર્યા જ્યારે તે સલમા ખાન સાથે લગ્ન કરી ચૂક્યા હતા અને તેના બાળકોના પિતા હતા.

આ સમાચાર શેર કરો