મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Video: સૈફ અલી ખાને હાથમાંથી હટાવ્યું 'કરીના'ના નામનું ટેટૂ, સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળો

હાલમાં જ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની એક તસવીરને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. મુંબઈ એરપોર્ટ પરથી સામે આવેલી સ

Video: સૈફ અલી ખાને હાથમાંથી હટાવ્યું 'કરીના'ના નામનું ટેટૂ, સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અટકળો

હાલમાં જ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની એક તસવીરને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. મુંબઈ એરપોર્ટ પરથી સામે આવેલી સૈફ અલી ખાનની તસવીર જોતા કહેવામાં આવી રહ્યું છે કે, તેણે તેની પત્ની કરીના કપૂર ખાનના નામનું ટેટૂ કવર કરાવ્યું છે. કરીનાનું નામ ન હોવાને લઈને ઘણી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

મુંબઈ એરપોર્ટ પરથી સામે આવેલી તસવીરમાં સૈફ અલી ખાનના હાથ પર હિન્દીમાં લખેલું 'કરીના'નું ટેટૂ હવે દેખાતું નથી. હવે કરીનાની જગ્યાએ એક નવી જ ડિઝાઇન જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોએ આ અંગે વિવિધ કોમેન્ટ કરી હતી.

એક યુઝરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, "પત્ની પણ બદલાઈ જશે."

અન્ય એક યુઝરે લખ્યું, "હમણાં જ ટેટૂ બદલ્યું છે, હવે ઘરનો સાથી બદલાશે."

અન્ય એક યુઝરે લખ્યું, "હવે તે કોઈ નવા શિકારની શોધમાં લાગે છે."

અન્ય યુઝરે કરીના અને સૈફ વચ્ચે છૂટાછેડાની અટકળો પણ લગાવી હતી.

એક યુઝરે લખ્યું કે ત્રીજી પત્ની આવી રહી હતી, તેથી ટેટુ હટાવી દેવામાં આવ્યું. 

અન્ય એક યુઝરે લખ્યું, "કામ થઈ ગયું, ત્રીજી પત્ની આવવાની છે."

સૈફ અલી ખાને આ ટેટૂ 2008માં જ કરાવ્યું હતું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૈફ અલી ખાને કરીનાના નામનું આ ટેટૂ 2008માં જ કરાવ્યું હતું. ત્યારથી આ ટેટૂ અસ્તિત્વમાં છે. સૈફે આ ટેટૂ વિશે કહ્યું હતું કે, “હું કહેવા માંગતો હતો, 'જુઓ, આ મેં કર્યું છે અને તે ખૂબ જ ગંભીર પ્રતિબદ્ધતા છે. જ્યારે પણ તમે મને 'કસાનોવા' કહીને બોલાવશો ત્યારે હું તમને બતાવી શકું છું. 

જો કે, હવે સૈફ અલી ખાને તેને કેમ કવર કર્યું છે તેની કોઈ માહિતી સામે આવી નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પહેલા પણ સૈફ અલી ખાને કેટલીક ફિલ્મો માટે આ ટેટૂ કવર કર્યું છે.

આ સમાચાર શેર કરો