'રાઉડી રાઠોર 2' સંબંધિત અપડેટ સામે આવ્યું, ફેન્સને હજુ પણ જોવી પડશે રાહ

અક્ષય કુમાર અને સોનાક્ષી સિંહાની ફિલ્મ 'રાઉડી રાઠોડ ' 2012માં બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે 'રાઉડી રાઠોડ 2' છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ફિલ્મને લઈને ફેન્સમાં ભારે ઉત્સુકતા છે. જોકે હજુ સુધી આને લગતી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, હવે આ ફિલ્મને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.
આ પણ વાંચો: 'મારી સરખામણી અલ્લુ અર્જુન સાથે ન કરો' અમિતાભ બચ્ચને પુષ્પરાજ માટે કેમ કહી આ વાત?
આ સ્ટાર્સના નામ ચર્ચામાં હતા
ફિલ્મની મુખ્ય ભૂમિકા માટે અક્ષય કુમાર, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા અને ટાઈગર શ્રોફ જેવા નામો ઘણી વખત સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય લીલા ભણસાલી અને તેમની ટીમ સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સે હજુ કાસ્ટ ફાઈનલ નથી કરી.
સાઉથના આ નિર્દેશક ફિલ્મનું નિર્દેશન કરી શકે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે સંજય લીલા ભણસાલીએ 'રાઉડી રાઠોડ 2'ની સ્ક્રિપ્ટ પર કામ કરવા માટે કન્નડ ફિલ્મ નિર્દેશક પ્રેમને સાઈન કર્યા છે. જોકે, નવા રિપોર્ટ અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભણસાલીએ હજુ સુધી તેને ડાયરેક્ટ કરવા માટે કોઈને ફાઈનલ કનથી કર્યા.
શું અક્ષય કુમાર કમબેક કરશે?
કેટલાક સૂત્રોનું કહેવું છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે, પરંતુ લોકો અક્ષય કુમારના કમબેક વિશે પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તે ફિલ્મોનો ભાગ બની શકે છે. સ્ત્રોતે વધુમાં ઉમેર્યું હતું કે, "અમે યોગ્ય સમયે જણાવીશું. બની શકે છે કે અક્ષય કુમાર કમબેક કરે કે કોઈ નવો હીરો પણ હોઈ શકે છે અથવા ફિલ્મમાં બે હીરો પણ હોઈ શકે છે." તે જ સમયે, એક નવા અહેવાલ મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે "એવા ઘણા મોટા નામ છે જે આ ફિલ્મ સાથે જોડવા માંગે છે, પરંતુ હજુ કંઈપણ નક્કી નથી થયું."

