મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘લેડી સિંઘમ’ બની દીપિકા પાદુકોણ, અજય દેવગનના આઇકોનિક પોઝમાં જોવા મળી અભિનેત્રી

રોહિત શેટ્ટીએ 19 એપ્રિલે દીપિકા પાદુકોણને ‘લેડી સિંઘમ’ તરીકે રજૂ કરી હતી. ડિ

‘લેડી સિંઘમ’ બની દીપિકા પાદુકોણ, અજય દેવગનના આઇકોનિક પોઝમાં જોવા મળી અભિનેત્રી

રોહિત શેટ્ટીએ 19 એપ્રિલે દીપિકા પાદુકોણને ‘લેડી સિંઘમ’ તરીકે રજૂ કરી હતી. ડિરેક્ટરે આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ના સેટ પરથી દીપિકા પાદુકોણની તસવીર શેર કરી છે. તેઓ તેને રીલ અને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં દીપિકા પાદુકોણ પ્રથમ ફીમેલ કોપ છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે.

ફોટોમાં દીપિકા પાદુકોણ મહિલા પોલીસની ભૂમિકામાં ખૂબ જ દમદાર દેખાઈ રહી છે. તે સિંઘમના આઇકોનિક પોઝમાં જોવા મળે છે. ડિરેક્ટરે ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘રીલ અને રિયલ લાઈફમાં મારી હીરો, લેડી સિંઘમ.’ અભિનેત્રી રોહિત શેટ્ટીની ફિલ્મમાં શક્તિ શેટ્ટી ઉર્ફે લેડી સિંઘમનું પાત્ર ભજવી રહી છે, રોહિત શેટ્ટીએ ડિસેમ્બર 2022માં કન્ફર્મ કર્યું હતું કે દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં લેડી સિંઘમની ભૂમિકા ભજવશે. દીપિકા પાદુકોણે પણ ‘કરંટ લગા રે’ ગીતના લોન્ચિંગ પ્રસંગે લેડી સિંઘમના પાત્રમાં પોતાનું ટશન બતાવ્યું હતું.

‘સિંઘમ અગેન’માં દીપિકા પાદુકોણ એક નિર્દય અને ખૂંખાર પોલીસની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મના આ પાત્રનું પહેલું પોસ્ટર શેર કરતી વખતે, રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું, ‘સ્ત્રી સીતાનું પણ સ્વરૂપ છે અને દુર્ગાનું પણ. કોપ યુનિવર્સની સૌથી નિર્દય અને ખૂંખાર પોલીસ અધિકારી શક્તિ શેટ્ટીને મળો. માય લેડી સિંઘમ દીપિકા પાદુકોણ.’ પોસ્ટરમાં, દીપિકા ગુંડાના મોંમાં બંદૂક રાખીને ભયાનક સ્મિત સાથે જોવા મળે છે. ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને રણવીર સિંહ મહત્ત્વની ભૂમિકામાં છે.

આ સમાચાર શેર કરો