મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પૂનમ ઢિલ્લોનના ઘરમાં થઈ ચોરી, પોલીસે ડાયમંડ નેકલેસ ચોરનાર આરોપીની કરી ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ઢિલ્લોનનું નામ હેડલાઈન્સમાં આવ્યું છે. તેના ઘરે ચોરીનો કેસ નોંધાયો છે. જોકે, રાહતની વા

પૂનમ ઢિલ્લોનના ઘરમાં થઈ ચોરી, પોલીસે ડાયમંડ નેકલેસ ચોરનાર આરોપીની કરી ધરપકડ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ઢિલ્લોનનું નામ હેડલાઈન્સમાં આવ્યું છે. તેના ઘરે ચોરીનો કેસ નોંધાયો છે. જોકે, રાહતની વાત એ છે કે પોલીસે ચોરને પકડી લીધો છે અને તેની ધરપકડ પણ કરી છે. ચોરે અભિનેત્રીના મુંબઈના ખારમાં આવેલા ઘરમાંથી લગભગ 1 લાખ રૂપિયાનો ડાયમંડ નેકલેસ, 35,000 રૂપિયા રોકડા અને કેટલાક યુએસ ડોલર ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અહેવાલો અનુસાર, આરોપીનું નામ સમીર અંસારી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મુંબઈમાં ઉદિત નારાયણની બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ઘરે ચાલી રહ્યું હતું પેઈન્ટિંગનું કામ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ ઢિલ્લોનના ઘરે પેઈન્ટિંગનું કામ ચાલી રહ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી આરોપી ઘરે પેઈન્ટ કરવા માટે આવતો હતો. એક દિવસ જ્યારે તેણે ઘરમાં કબાટ ખુલ્લો જોયો, ત્યારે તેણે તક ઝડપી લીધી અને ડાયમંડ નેકલેસ અને રોકડ રકમ લઈને ભાગી ગયો. અભિનેત્રી મોટાભાગે તેના જુહુના ઘરમાં રહે છે, પરંતુ તેનો પુત્ર અનમોલ ખાર તે જ ઘરમાં રહે છે અને તે ઘણીવાર તેને મળવા જાય છે.

પુત્ર પાસેથી ચોરીની માહિતી મળી

જ્યારે અભિનેત્રીનો દીકરો દુબઈથી ઘરે પાછો ફર્યો, ત્યારે તેને ઘરમાંથી કિંમતી સામાન ગાયબ જોવા મળ્યો, ત્યારે તેને ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપીએ ચોરાયેલી રોકડ રકમ ખર્ચી નાખી છે. ફરિયાદ મળતા જ પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન, પોલીસે 37 વર્ષના સમીર અંસારીની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સમીર અંસારીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

પૂનમ ઢિલ્લોન વિશે

પીઢ અભિનેત્રી પૂનમ ઢિલ્લોન આજે ભલે રૂપેરી પડદાથી દૂર હોય, પરંતુ 80 અને 90ના દાયકામાં તેની ગણતરી બોલીવૂડની બેસ્ટ અભિનેત્રીઓમાં થતી હતી. તેણે ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કિલ્સ બતાવી છે. જોકે, એક અભિનેત્રી હોવા ઉપરાંત, તે એક સફળ બિઝનેસ વુમન પણ છે. એવું કહેવાય છે કે ભારતમાં વેનિટી વાન લાવવાનો શ્રેય તેને જાય છે. પૂનમ ઢિલ્લોને પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'ત્રિશુલ'થી કરી હતી.

આ સમાચાર શેર કરો