કેએલ રાહુલનો T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ ન થતા દુખી થયો રિતેશ દેશમુખ, જાણો સુનીલ શેટ્ટીના જમાઈ વિશે શું કહ્યું
હાલમાં IPLનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ દરમિયાન ગઈકાલે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવ

હાલમાં IPLનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ દરમિયાન ગઈકાલે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કેટલાક મોટા નામ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. જેમાં ક્રિકેટર કેએલ રાહુલનું નામ પણ સામેલ છે. જો કે અત્યાર સુધી કેએલ રાહુલ તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ બોલિવૂડમાંથી આ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અભિનેતા રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
BCCIના નિર્ણયથી ખુશ નથી રિતેશ!
એવું લાગે છે કે રિતેશ દેશમુખ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની 15 ખેલાડીઓની ટીમ અંગેના BCCIના નિર્ણયથી ખુશ નથી. રિષભ પંત અને સંજુ સેમસનનો વિકેટકીપર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ રિતેશ દેશમુખને લાગે છે કે IPL ટીમ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવો જોઈતો હતો.
રિતેશ દેશમુખે શું કહ્યું?
આ અંગે રિતેશ દેશમુખે ટ્વિટ પણ કર્યું છે. તેણે લખ્યું, 'કેએલ રાહુલ T20 વર્લ્ડ કપની ટીમમાં હોવો જોઈતો હતો.' આ ટ્વિટ પછી નેટીઝન્સ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા. રિતેશ દેશમુખના વિચારો સાથે કેટલાક લોકો અસહમત હતા. તેમણે કહ્યું કે, 'રિષભ પંત અને સંજુ સેમસન વધુ સક્ષમ ખેલાડી છે.' કેટલાક લોકોએ કહ્યું કે, 'કેએલ રાહુલને T20 ટીમનો ભાગ હોવો જોઈતો હતો.'
T20 વર્લ્ડ કપની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર) સંજુ સેમશન (વિકેટકીપર) હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન) શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદિપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને અર્શદિપ સિંહ.
રિઝર્વ્ડ ખેલાડી - શુભમન ગીલ, રિન્કુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન








