Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Remake version of 'Saat Samundar Paar' released, Kartik gets trolled on social media due to the song

રિલીઝ થયું 'સાત સમુંદર પાર'નું રીમેક વર્ઝન, આ ગીતને કારણે કાર્તિક થયો ટ્રોલ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
રિલીઝ થયું 'સાત સમુંદર પાર'નું રીમેક વર્ઝન, આ ગીતને કારણે કાર્તિક થયો ટ્રોલ
સોર્સ : GSTV

કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની આગામી ફિલ્મ 'તુ મેરા મૈં તેરી મૈં તેરા તૂ મેરી' રિલીઝ માટે તૈયાર છે, પરંતુ તે પહેલાં જ ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. નિર્માતાઓએ તાજેતરમાં 90ના દાયકાની સુપરહિટ ફિલ્મ 'વિશ્વાત્મા'ના આઇકોનિક ગીત 'સાત સમુંદર પાર'નું રીમેક વર્ઝન રિલીઝ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થઈ રહ્યું છે. 

App Store

સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ

ઓરિજિનલ ગીતમાં દિવ્યા ભારતીના યાદગાર ડાન્સને યાદ કરતાં લોકોએ આ નવા વર્ઝનને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યું છે. નેટીઝન્સનું કહેવું છે કે બોલિવૂડે વધુ એક એવરગ્રીન ગીતની 'બેન્ડ બજાવી' દીધી છે અને આ ક્લાસિક ગીતનું આનાથી ખરાબ વર્ઝન બીજું કોઈ હોઈ શકે નહીં. ઘણા યુઝર્સે તો ત્યાં સુધી લખ્યું કે આ આઇકોનિક ગીતનું મર્ડર કરવામાં આવ્યું છે અને દિવ્યા ભારતીની આત્મા પણ આ સાંભળીને રડતી હશે.

ફિલ્મ 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે 

સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 150 કરોડના જંગી બજેટમાં બનેલી આ 145 મિનિટની ફિલ્મમાં કાર્તિક અને અનન્યા ઉપરાંત નીના ગુપ્તા, જેકી શ્રોફ, અરુણા ઈરાની, લોકેશ મિત્તલ અને ગૌરવ પાંડે જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરણ જોહર અને અદાર પૂનાવાલા સહિતના દિગ્ગજ પ્રોડ્યુસર્સ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. જોકે, ગીતના વિવાદને કારણે સોશિયલ મીડિયા પર જે રીતે ભડાસ નીકળી રહી છે, તે જોતા ફિલ્મના પ્રમોશન પર તેની કેવી અસર પડશે તે જોવું રહ્યું.