મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

રોડ રેજ કેસ પર રવીના ટંડને તોડ્યું મૌન, પોસ્ટ શેર કરીને કહ્યું...

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે સંબંધિત એક વીડિયો થોડા દિવસો પહેલા ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ

રોડ રેજ કેસ પર રવીના ટંડને તોડ્યું મૌન, પોસ્ટ શેર કરીને કહ્યું...

બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે સંબંધિત એક વીડિયો થોડા દિવસો પહેલા ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં રવીના ટંડન અને તેનો ડ્રાઈવર ઘણા લોકોની ભીડથી ઘેરાયેલા જોવા મળ્યા હતા. વીડિયોમાં રવીના ટંડન પર રોડ રેજ અને ત્રણ મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને મારપીટનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે એક અન્ય સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયો હતો, જે બાદ મામલો સંપૂર્ણપણે પલટાઈ ગયો હતો અને કહેવામાં આવ્યું હતું કે, રવીના ટંડન અને તેના ડ્રાઈવર પર લાગેલા તમામ આરોપો ખોટા છે. હવે રવીના ટંડને પોતાના પર લાગેલા આરોપો અને હુમલા અંગે મૌન તોડ્યું છે, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સનો આભાર માન્યો છે અને કહાણીનો ભાવાર્થ આપ્યો છે.

રવીના ટંડને રોડ રેજ મુદ્દે મૌન તોડ્યું

રવીના ટંડને હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં એક પોસ્ટ શેર કરી છે. જ્યાં અભિનેત્રીએ લખ્યું- ‘આટલા પ્રેમ, વિશ્વાસ અને સમર્થન માટે આભાર! હવે ડેશકેમ્સ અને સીસીટીવી ઇન્સ્ટોલ કરો!’ રોડ રેજ મુદ્દે રવીના ટંડનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રવીના ટંડનને મળી ક્લીનચીટ

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં રવીના ટંડન અને તેના ડ્રાઈવરને ક્લીનચીટ મળી ગઈ છે. 1 જૂને વિસ્તારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ એ સાબિત થયું છે કે, રવીનાની કારથી કોઈને ઈજા થઈ નથી. રવીના ટંડનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી તાજેતરમાં કર્મા કૉલિંગ અને પટના શુક્લા નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. કર્મા કૉલિંગ અને પટના શુક્લા પછી, રવીના ટંડન પાસે મોટા બજેટની અને મલ્ટિ-સ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ છે.

આ સમાચાર શેર કરો