VIDEO / અનંત-રાધિકાની સંગીત નાઈટમાં સલમાન ખાનના ગીત પર રણવીર સિંહે કર્યો જોરદાર ડાન્સ
રણવીર સિંહે શુક્રવાર 5મી જુલાઈની સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટની શરૂઆત તેમના અદ્ભુ

રણવીર સિંહે શુક્રવાર 5મી જુલાઈની સાંજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત નાઈટની શરૂઆત તેમના અદ્ભુત ડાન્સથી કરી હતી. આ ફંક્શનમાં તે પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પહોંચ્યો હતો. તેણે ડેવિડ ધવનની ફિલ્મ 'નો એન્ટ્રી'ના ટાઈટલ ટ્રેક 'ઈશ્ક દી ગલી વિચ' પર ડાન્સ કર્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ થયો છે.
આ વીડિયોમાં રણવીર સિંહ તેના શાનદાર ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળી રહ્યો છે. તે ચમકદાર ડ્રેસમાં આકર્ષક લાગી રહ્યો હતો અને તેણે ચશ્મા પણ પહેર્યા હતા. દીપિકા પાદુકોણે થોડા સમય પહેલા ફંક્શનમાં તેના લૂકની તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં અભિનેત્રી સુંદર જાંબલી રંગની સાડીમાં પોઝ આપતી જોવા મળી હતી. તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
શુક્રવારે રાત્રે દીપિકા પાદુકોણની ખાસ સ્ટાઈલ જોવા મળી હતી
ઈવેન્ટની તસવીરો શેર કરતી વખતે, દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું, 'કારણ કે આ શુક્રવારની રાત છે અને (એક બેબી એન્જલ ઈમોજી) પાર્ટી કરવીછે!' રણવીર સિંહે પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે, તેણે લખ્યું છે, 'હાય! મારી સુંદર જન્મદિવસની ભેટ! આઈ લવ યુ.' દીપિકા હાલમાં નાગ અશ્વિનની ફિલ્મ 'કલ્કી 2898'ના કારણે ચર્ચામાં છે, જેમાં તેણે પોતાના યાદગાર અભિનયથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.
દીપિકા પાદુકોણે ગર્ભાવસ્થા દરમિયાન ફિલ્મ શૂટ કરી હતી
દીપિકા પાદુકોણના કોસ્ટાર સસ્વત ચેટર્જી તેની સાથે કલ્કી 2898 એડીના ક્લાઈમેક્સનું શૂટિંગ યાદ કરતા કહ્યું હતું, શૂટિંગ દરમિયાન રણવીર સિંહ સેટ પર હાજર હતો. સાસ્વતે કહ્યું, 'દીપિકા હંમેશા હસતી રહે છે. ફિલ્મમાં એક સીન છે, જ્યાં હું તેને તેના વાળથી ખેંચું છું. આ શૂટિંગનો છેલ્લો તબક્કો હતો, જેનું શૂટિંગ મુંબઈમાં થયું હતું. ત્યારે દીપિકા પ્રેગનેન્ટ હતી. રણવીર સિંહ સેટ પર આવ્યો હતો. તેની ઉર્જા જબરદસ્ત હતી. આ સીનમાં ઘણું ટેન્શન હતું, તેથી મેં રણવીરને કહ્યું- ચિંતા ન કરો, ચેલેન્જીંગ સીન માટે બોડી ડબલ છે. તેણે હસીને કહ્યું, મને ખબર છે દાદા.'






