મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ રણબીર કપૂરને લાઇફ સાથે કરવું પડ્યું કોમ્પ્રોમાઇઝ, કહ્યું- તે...

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય કપલ છે. આલિય

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ રણબીર કપૂરને લાઇફ સાથે કરવું પડ્યું કોમ્પ્રોમાઇઝ, કહ્યું- તે...

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય કપલ છે. આલિયા-રણબીરની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની સાથે-સાથે તેમની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રણબીરે લગ્ન જીવન વિશે વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે, લગ્ન બાદ કપલે કેટલીક બાબતોમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું હતું.

રણબીરે લગ્ન જીવન પર વાત કરી

રણબીરે નિખિલ કામથના પોડકાસ્ટ પર સુખી લગ્ન જીવન વિશે વાત કરી હતી. તેણે કહ્યું- ખાસ કરીને લગ્ન પછી તમારે તમારું વ્યક્તિત્વ છોડવું પડશે. આલિયા પણ કેટલીક બાબતોમાં બદલાવ પણ લાવી રહી છે. અમે એકબીજા સાથે તાલમેળ બેસાડી રહ્યા છીએ. જેથી એકબીજા સાથે રહેવા માટે સક્ષમ બની શકીએ. કોઈપણ લગ્નમાં તમારે એડજસ્ટ થવું પડશે. 'તમારા લગ્ન જીવનને વધુ સારું બનાવવા માટે તમારે ચોક્કસપણે કંઈક બલિદાન આપવું પડશે. જરૂરી નથી કે, બે વ્યક્તિ એકબીજાને એવી જ રીતે પસંદ કરે જેવા તે છે. તેથી ક્યાંક તો તમારે વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. હું અને આલિયા પણ કરી રહ્યા છીએ. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી, આલિયા અને રણબીરે 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેને એક સુંદર દીકરી રાહા છે.

એનિમલની ટ્રોલિંગ પર આપ્યા જવાબ

વર્ષ 2023માં રિલીઝ થયેલી સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'એનિમલ' બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક રહી છે. પરંતુ કેટલાક લોકોએ આ ફિલ્મની હિંસા અને મહિલાઓ સાથેના વ્યવહારની ટીકા કરી હતી. ફિલ્મની ટીકા કરનારાઓને જવાબ આપતા રણબીરે કહ્યું- હું ઘણા લોકોને મળું છું જેઓ મને કહે છે કે, તમારે આ ફિલ્મ નહોતી કરવી જોઈતી. અમે તમારાથી નિરાશ છીએ. હું ચુપચાપ તેની માફી માંગું છું અને કહું છું કે માફ કરજો, હું આગલી વખતે આવું નહીં કરું.

'લોકો જે કહે છે તેની સાથે હું સહમત નથી, પરંતુ હું જીવનના એવા તબક્કે છું જ્યાં હું કોઈની સાથે દલીલ કરવા માગતો નથી.' રણબીરે કહ્યું કે, તેણે તેની ગુડ બોય ઈમેજને તોડવા માટે 'એનિમલ' સાઈન કરી હતી, જેને લોકોએ ખૂબ પસંદ પણ કરી હતી.

આ સમાચાર શેર કરો