Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rakhi Sawant lashes out at those trolling Katrina Kaif

VIDEO: કેટરીના કૈફના વધી ગયેલા વજનની મજાક ઉડાવનારાઓને રાખી સાવંતે બરાબરના ઝાટક્યા

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ માતા બન્યા પછી પહેલી વાર પબ્લિકલી નજરે પડી, તો તેના વધેલા વજનને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. એક્ટ્રેસને તેના લુક અને બોડીને લઈને ટ્રોલ પણ કરવામાં આવી. જોકે, અનેક ફેન્સ અને સેલેબ્સ કેટરીનાના સપોર્ટમાં આવ્યા. આ દરમિયાન હવે રાખી સાવંતે પણ કેટરીનાનો બચાવ કરતા ટ્રોલર્સને કડક જવાબ આપ્યો છે.

App Store

કેટરીના કૈફને ટ્રોલ કરનારાઓ પર ભડકી રાખી સાવંત

તાજેતરમાં પેપરાઝી સાથેની વાતચીતમાં રાખીએ કેટરીનાને લઈને થઈ રહેલી ટ્રોલિંગ પર કહ્યું, 'આ ખૂબ જ ગંદી માનસિકતા છે. જે લોકો કેટરીનાને ટ્રોલ કરે છે, તેઓ જો મારા હાથમાં આવી જાય તો હું તેને નિર્મા-રિન નાખીને વોશિંગ મશીનમાં ફેરવી દઉં.'

રાખીએ આગળ કહ્યું, 'શરમ આવવી જોઈએ. એક સમયે તે આટલી મોટી એક્ટ્રેસ હતી અને આજે પણ છે. તો શું મોટી એક્ટ્રેસિસને લગ્ન કરવાનો હક નથી? બાળકો પેદા કરવાનો હક નથી? જ્યારે તમારા શરીરમાંથી બાળક જન્મ લે છે, તો 19-20 (શરીરમાં ફેરફાર) તો થઈ જ જાય છે. જોજો, કેટરીના ફરીથી અફઘાન જલેબી બની જશે.'

તેણે વધુમાં ઉમેર્યું, 'ડિલિવરી પછી થોડું વજન વધી જ જતું હોય છે. તે હિરોઈન પણ નંબર વન છે અને માતા પણ નંબર વન. કેટરીના કેટરીના જ રહેવાની છે.'

ઉલ્લેખનીય છે કે, કેટરીના કૈફ તાજેતરમાં અંબાણી પરિવારના ગણેશોત્સવ સેલિબ્રેશનમાં પોતાના પતિ વિક્કી કૌશલ સાથે પહોંચી હતી. આ દરમિયાન તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. કેટરીનાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, ત્યારબાદ કેટલાક લોકોએ તેના વધેલા વજન પર કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું હતું.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તો તેની જૂની અને આજની તસવીરોની સરખામણી કરવા લાગ્યા અને તેના લુકમાં આવેલા બદલાવને લઈને જાતજાતની વાતો કરવા લાગ્યા. આના જવાબમાં કેટરીનાના ફેન્સ તેની વહારે આવ્યા હતા. એક્ટ્રેસ શિવલિકા ઓબેરોય, શ્રદ્ધા આર્યા, ઋતિક રોશન અને ખુશ્બુ સુંદર જેવા અનેક કલાકારોએ પણ કેટરીનાનો સાથ આપ્યો હતો.