Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rajkummar Rao's comment after supporting student movement in debate, deleted but viral

વિદ્યાર્થી આંદોલનને સમર્થન બાદ રાજકુમાર રાવની કોમેન્ટ ચર્ચામાં, ડિલીટ છતાં વાયરલ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
વિદ્યાર્થી આંદોલનને સમર્થન બાદ રાજકુમાર રાવની કોમેન્ટ ચર્ચામાં, ડિલીટ છતાં વાયરલ
સોર્સ : gstv

રાજુકુમાર રાવ ભૂતકાળમાં પોતે 'મોદી હૈ તો મુમકિન હૈ' સોંગ દબાણમાં આવીને કર્યું હોવાનો સ્વીકાર કરતાં ભારે વિવાદ થયો છે. જોકે, બાદમાં રાજકુમારે પોતાની આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવે હાલનાં વિદ્યાર્થી આંદોલનને સપોર્ટ કરતી એક પોસ્ટ મૂકી હતી. તેના જવાબમાં એક ચાહકે તેને અગાઉ મોદી હૈ તો મુમકિન હૈ સોંગ શા માટે કર્યું હતું તેવો સવાલ પૂછયો હતો. આ ગીત પછી તારા માટે માન ઉતરી ગયું છે તેમ આ ચાહકે જણાવ્યું હતું. આ સવાલના જવાબમાં રાજકુમાર રાવે લખ્યું હતું કે કેવાં કેવાં દબાણો હોય છે તેની તમને લોકોને ક્યારેય ખબર હોતી નથી. એક ગીત હું કોણ છું કે મારી શું વિચારધારા છે તે દર્શાવી શકે નહીં. હું જે સાચું હોય છે જે આપણને માનવ તરીકે એક રાખે તેને સમર્થન આપતો હોઉં છું. મને આશા છે કે થોડા સમયમાં હું ફરી તમારું માન મેળવવાને લાયક બનીશ.

જોકે, થોડા સમયમાં જ રાજકુમાર રાવે આ કોમેન્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ તેના સ્ક્રીન શોટ થોડીવારમાં જ વાયરલ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ગીતમાં રાજકુમાર રાવની સાથે અન્ય સંખ્યાબંધ ફિલ્મ કલાકારો પણ હતા.

App Store