Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Rajkummar Rao and Patralekha share daughter's name, post photo on social media

Rajkummar Rao અને Patralekhaએ શેર કર્યું દીકરીનું નામ, સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો ફોટો

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Rajkummar Rao અને Patralekhaએ શેર કર્યું દીકરીનું નામ, સોશિયલ મિડિયા પર પોસ્ટ કર્યો ફોટો
સોર્સ : GSTV

બોલિવૂડના પ્રખ્યાત કપલ રાજકુમાર રાવ અને તેમની પત્ની પત્રલેખાએ આખરે તેમની દીકરીના નામનો ખુલાસો કર્યો છે. તેમણે તેમની દીકરીનું નામ પાર્વતી પોલ રાવ રાખ્યું છે અને તેની પહેલી ઝલક પણ બતાવી છે.

App Store

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં બાળકીના નાના હાથ તેના માતા-પિતાના હાથ પકડેલા જોવા મળે છે, તેમાં બાળકીનો ચહેરો દેખાતો નથી. કેપ્શનમાં લખ્યું છે, 'હાથ જોડીને અને હૃદયપૂર્વક અમે અમારા સૌથી મોટા આશીર્વાદ, પાર્વતી પોલ રાવનો પરિચય કરાવીએ છીએ.'

નામનો અર્થ

રાજકુમાર રાવ અને પત્રલેખાએ તેમની દીકરીનું નામ પાર્વતી રાખ્યું છે, જે ભગવાન શિવના પત્ની હતા. આ નામનો અર્થ શક્તિ, કૃપા અને ભક્તિ થાય છે. જ્યારે 'પોલ' અને 'રાવ' પત્રલેખા અને રાજકુમારની અટક (સરનેમ) છે. આ જાહેરાત થતા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે.

દીકરીનો જન્મ

RajKummar Rao and Patralekhaa showed first glimpse of their Baby girl and couple named her PARVATI PAUL RAO

રાજકુમાર રાવ અને પત્રલેખાએ નવેમ્બર ૨૦૨૫માં તેમની દીકરીનું સ્વાગત કર્યું હતું. કપલે એક પોસ્ટમાં જણાવ્યું કે તેમની નાની રાજકુમારીનો જન્મ તેમના લગ્નની ચોથી વર્ષગાંઠના અવસરે થયો છે. તેમણે લખ્યું, 'અમે ખૂબ જ ખુશ છીએ. ભગવાને અમને એક સુંદર દીકરીના આશીર્વાદ આપ્યા છે. અમારી લગ્નની ચોથી વર્ષગાંઠ પર ભગવાન દ્વારા મળેલી આ સૌથી મોટી ભેટ છે.'