પુષ્પા-2 એ બનાવ્યો અનોખો રેકોર્ડ, KGF 2 અને RRRને આપી માત, પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા 2' ભારતીય બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ઓપનિંગ ડે કલેક્શનના સંદર્ભમાં 'KGF ચેપ્ટર 2' અને 'બાહુબલી 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં એક નવો રેકોર્ડ પણ સર્જાયો છે. આવો તમને જણાવીએ કે ફિલ્મે પહેલા દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચો : PHOTOS: સસરા નાગાર્જુને શોભિતા ધુલીપાલાનું પરિવારમાં સ્વાગત કર્યું, પુત્ર ચૈતન્ય પર વરસાવ્યો પ્રેમ
આ ફિલ્મોને હરાવી
માહિતી અનુસાર, પહેલા દિવસે રામ ચરણની ફિલ્મ 'RRR' એ 133 કરોડ રૂપિયા, પ્રભાસની ફિલ્મ 'બાહુબલી 2' એ 121 કરોડ રૂપિયા અને યશની ફિલ્મ 'KGF 2' એ 116 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'એ રાત્રે 10 વાગ્યા સુધી 163 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. મતલબ કે ‘પુષ્પા 2’ એ ‘RRR’, ‘KGF 2’ અને ‘બાહુબલી 2’ને હરાવ્યું છે.
હિન્દી વર્ઝને કર્યો આટલા કરોડનો બિઝનેસ
ફિલ્મના તેલુગુ વર્ઝને 85 કરોડ, હિન્દી વર્ઝન 65 કરોડ, તમિલ વર્ઝન 7 કરોડ, કન્નડ વર્ઝન 1 કરોડ અને મલયાલમ વર્ઝન 5 કરોડનો બિઝનેસ કર્યો છે.
નવો રેકોર્ડ બનાવ્યો
'પુષ્પા 2' એ ગુરુવારે તેલુગુ અને હિન્દી બંને ભાષામાં 50 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ફિલ્મે એક જ દિવસમાં બે અલગ-અલગ ભાષામાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોય.

