Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Priyanka Chopra surprises her fans! Says, “Hyderabad We Made It”

Priyanka Chopraએ આપી તેના ફેન્સને સરપ્રાઈઝ! કહ્યું, “Hyderabad We Made It”

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Priyanka Chopraએ આપી તેના ફેન્સને સરપ્રાઈઝ! કહ્યું, “Hyderabad We Made It”
સોર્સ : GSTV

Priyanka Chopra તેની એક ફિલ્મના શૂટિંગ માટે ભારત આવી છે, પરંતુ આ વખતે તે એકલી નહિ તેની દીકરી માલતી સાથે આવી છે. માલતીને ભારતમાં જોઈ Priyankaના ચાહકોને સરપ્રાઈઝ મળી છે. પહેલી વખત માલતીને ભારતમાં જોઈ Priyankaના ફેન્સમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ પહોંચ્યા બાદ Priyankaએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી તેમાં દીકરી માલતીનો કારના કાચમાંથી બહાર જોતો ફોટો મુક્યો છે જેમાં લખ્યું છે કે, “Hyderabad We Made It”.

App Store

SMBB 29ના શૂ્ટિંગ માટે આવી ભારત

Priyanka Chopra રાજામૌલીની નવી ફિલ્મ "SMBB 29"નું શૂટિંગ આગળ વધારવા માટે ભારત આવી છે. જેમાં આ વખતે તે પુત્રી માલતીને પણ ભારત સાથે લઈ આવી છે. પ્રિયંકાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતે હૈદરાબાદ પહોંચી હોવાની તસવીરો શેર કરીને ચાહકો સુખદ સરપ્રાઈઝ આપી હતી. પ્રિયંકા અગાઉ "SMBB 29"ના શૂટિંગ માટે ઓરિસ્સા આવી હતી પરંતુ ત્યારે તે દીકરીને સાથે લાવી ન હતી.

શું છે "SMBB 29"?

"SMBB 29" ફિલ્મ S. S. Rajamouli દ્વારા દિગ્દર્શિત કરાયેલી અને Vijayendra Prasad દ્વારા લખાયેલી એક એકશન-એડવેન્ચર ફિલ્મ છે. આ ફિલ્મમા પ્રિયંકાના સહકલાકારોમાં મહેશ બાબુ તથા પૃથ્વીરાજ સુકુમારનનો પણ સમાવેશ થાય છે.