નવા ઘરમાં શિફ્ટ થઈ પૂજા હેગડે, મુંબઈના સી-ફેસિંગ મકાનની કિંમત જાણીને હોશ ઉડી જશે
બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય એકટ્રેસ પૂજા હેગડે મુંબઈમાં તેના 45 કરોડના નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ હોવાનુ

બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય એકટ્રેસ પૂજા હેગડે મુંબઈમાં તેના 45 કરોડના નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ હોવાનું કહેવાય છે. પૂજા હેગડેએ તાજેતરમાં બાન્દ્રામાં 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલું આ ઘર ખરીદ્યું હતું. આ ઘર સી-ફેસિંગ છે. તેની નજીકમાં જ બીજા ટોચના સ્ટાર્સના ઘર આવેલા છે.
પૂજા બોલીવૂડની બહુ સકસેસફૂલ સ્ટાર ગણાતી નથી. જોકે, તેણે સાઉથમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પૂજા તાજેતરમાં સ્વ. વિનોદ મહેરાના પુત્ર રોહન સાથે દેખાઈ હતી. તે પરથી બંને ડેટ કરી રહ્યા હોય તેવી અટકળો પ્રસરી હતી. જોકે, પૂજા અથવા તો રોહને આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ અગાઉ પૂજા હેગડે મુંબઈના એક ક્રિકેટર સાથે રિલેશનશિપમાં હોવાનું પણ ચર્ચાયું હતું. પૂજાની આગામી ફિલ્મ શાહિદ કપૂર સાથેની ‘દેવા’ છે. આ ઉપરાંત તેની ‘સનકી’ નામની નવી ફિલ્મ પણ આવવાની છે.






