મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Gurucharan Singh Missing: 'તારક મહેતા..'ના સોઢીના ગુમ થવાના કેસમાં પોલીસે કર્યો નવો ખુલાસો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહનો હજુ સુધી કોઈ પત્તો

Gurucharan Singh Missing: 'તારક મહેતા..'ના સોઢીના ગુમ થવાના કેસમાં પોલીસે કર્યો નવો ખુલાસો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. હવે આ મામલે દિલ્હી પોલીસે એક ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુચરણ સિંહ 10થી વધુ બેંક ખાતા ઓપરેટ કરતા હતા. પ્રાથમિક તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, તેનો ધર્મ તરફ ઝુકાવ વધી રહ્યો હતો.

ગુરુચરણ સિંહ 10થી વધુ બેંક ખાતાઓ ઓપરેટ કરતો હતો

એક અહેવાલ મુજબ દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે ગુરુચરણ સિંહ 10થી વધુ બેંક ખાતાઓ ઓપરેટ કરતા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, ગુરુચરણે ઘણા બેંક એકાઉન્ટ મેઈન્ટન કર્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે, ગુરુચરણ સિંહે તેના ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડીને બીજા કાર્ડનું પેમેન્ટ ચૂકવ્યું હતું. છેલ્લે એટીએમમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. આ સિવાય હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રારંભિક તપાસ દરમિયાન ગુરચરણ સિંહના પરિચિતો અને મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે અભિનેતા ધર્મ તરફ વળ્યો હતો. તેણે પર્વતો પર જવાની વાત કરી હતી.

ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ 

ગુરુચરણ સિંહ 22મી એપ્રિલથી ગુમ તમને જણાવી દઈએ કે, ગુરુચરણ સિંહ 22 એપ્રિલથી ગુમ છે અને હજુ સુધી કોઈ ભાળ મળી નથી. હાલ પોલીસ આ કેસની સતત તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો