Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : "People were dragging me... with cigarettes" 'Kyonki Saas Bhi' fame Apra Mehta recounts terrifying experience

VIDEO: "લોકો મને ખેંચી રહ્યા હતા... સિગારેટથી દઝાડી" 'ક્યોંકિ સાસ ભી' ફેમ અપરા મહેતા જણાવ્યો ભયાનક અનુભવ

Timeછેલ્લું અપડેટ : 25 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સોશિયલ મીડિયા દ્વારા સેલેબ્રિટીઝ રાતોરાત પ્રખ્યાત ચહેરા બને તે પહેલાં જ, ટેલિવિઝને પોતાના સુપરસ્ટાર્સ બનાવી લીધા હતા. 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' સુપરહિટ રહ્યા દરમિયાન, એક્ટ્રેસ અપરા મહેતાએ એવી ફેન ફોલોઈંગનો અનુભવ કર્યો હતો જે સામાન્ય રીતે ફિલ્મી સિતારાઓ માટે જોવા મળે છે. તે દિવસોને યાદ કરતાં તેમણે જણાવ્યું કે કેવી રીતે કોલકાતામાં એક ઈવેન્ટ દરમિયાન ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને પરિસ્થિતિ અત્યંત ખતરનાક બની ગઈ હતી.

App Store

અપરા મહેતાએ યાદ કરતા કહ્યું, "તે સમયે 'ક્યોંકિ સાસ ભી' તેના ચરમસીમા પર હતું અને મારું એક ગુજરાતી નાટક કોલકાતાના કલા મંદિરમાં થતું હતું, જેના પાંચ શો હતા. દરેક સીટ હાઉસફુલ હતી. જેવી હું અંદર આવી, મને જોતાં જ 8,000 દાંડિયા હવામાં ઉછળ્યા. અને જે રીતે મને ઘેરી લેવામાં આવી હતી, તે દ્રશ્ય પણ જોવા જેવું હતું."

અપરા મહેતાને લોકોએ ખેંચી અને અડપલાં કર્યાં

તેમણે આગળ કહ્યું, "મને ખેંચીને પોડિયમ પર લઈ ગયા. લોકો મને ખેંચી રહ્યા હતા અને ધક્કા મારી રહ્યા હતા. મેં તેમની સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું, તો કોઈકે મારી હીરાની વીંટી ખેંચી લીધી, તો કોઈકે મને સિગારેટથી સળગાવી દીધી."

"આખું પોડિયમ હલવા લાગ્યું હતું. લોકો બેકાબૂ થઈ ગયા અને સ્થિતિ ખૂબ ખતરનાક બની ગઈ. પછી તેમણે મને નીચે ઊતરવા કહ્યું અને મારી આસપાસ એક રાઉન્ડ બનાવી લીધો. તે સમયે દરેક વ્યક્તિ મને બધી જગ્યાએ સ્પર્શ કરી રહી હતી. મેં મનમાં કહ્યું- 'ઠીક છે, સ્પર્શ કરી લો, આનાથી તમને શું મળી જવાનું છે?'" — અપરા મહેતા, એક્ટ્રેસ

'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'માં અપરાનો રોલ

અપરાએ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'માં મિહિરની માતા અને તુલસીની સાસુ સવિતા વિરાણીની ભૂમિકા ભજવી હતી. તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા. આ શો બ્લોકબસ્ટર સાબિત થયો અને આઠ વર્ષ સુધી ચાલ્યા બાદ બંધ થયો હતો. હવે તેનું નવું વર્ઝન સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય સાથે વાપસી કરી રહ્યું છે, જેને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

કોણ છે અપરા મહેતા?

અપરા મહેતા એક અનુભવી ભારતીય ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટર એક્ટ્રેસ છે, જેમની કરિયર ચાર દાયકા કરતાં પણ વધુ લાંબી છે. તેઓ લાંબા સમય સુધી ચાલેલી સીરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'માં સવિતા મનસુખ વિરાણીના રોલ માટે જાણીતા છે, જેણે તેમને ઘેર-ઘેર જાણીતા બનાવ્યા.

અપરા મહેતાના શોઝ અને ફિલ્મો

વીતેલા વર્ષોમાં તેઓ અનેક પ્રખ્યાત ટીવી શોઝમાં જોવા મળ્યા છે, જેમાં 'એક મહલ હો સપનોં કા', 'સાત ફેરે', 'હમારી દેવરાની', 'જમાઈ રાજા', 'કયામત કી રાત', 'અનુપમા' અને 'કભી કભી ઈત્તેફાક સે' શામેલ છે. ટેલિવિઝન ઉપરાંત, તેમણે 'ચોરી ચોરી ચુપકે ચુપકે', 'દેવદાસ' અને 'તીસ માર ખાં' જેવી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.