પરિણીતીએ ચાહકોને આપી મોટી ભેટ, હવે યુટ્યુબ ચેનલ દ્વારા તેના અંગત જીવનનો કરાવશે પરિચય
પરિણીતી ચોપરાએ પોતાની યુટ્યૂબ ચેનલ શરૂ કરી છે. તેણે પોતાનો પ્રથમ વિડિયો શેર કરતાં લખ્યુ છે કે, આમ તો પોતે પ્રાઇવેટ પર્

પરિણીતી ચોપરાએ પોતાની યુટ્યૂબ ચેનલ શરૂ કરી છે. તેણે પોતાનો પ્રથમ વિડિયો શેર કરતાં લખ્યુ છે કે, આમ તો પોતે પ્રાઇવેટ પર્સન છે પરંતુ છતાં પોતાની જિંદગીની દરેક પળો શેર કરવા તૈયાર છે. અભિનેત્રીએ સૌ પ્રથમ માત્ર એક મિનીટનો વિડિયો શેર કર્યો છે.
આ પણ વાંચો : ઋચા ચઢ્ઢા- અલી ફઝલે પોતાની દીકરીનું રાખ્યું અરબી નામ, જાણો તેનો અર્થ
એમ મનાય છે કે આ તેનો ડેલી બ્લોગ હશે. પરિણીતીએ વિડિયોમાં કહ્યું છે કે, તે હંમેશાથી પ્રાઇવેટ પર્સન રહી છે, પરંતુ તે સતત કેમેરા સામે રહેતી હોવાથી પબ્લિક પર્સન પણ છે. હું પહેલાથી કહેતી આવી છું કે મારી જિંદગીના એક જ ટકા વાત હું સોશિયલ મીડિયા પર શેર કરું છું.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, હું હવે મારા જીવનમાં અવનવું કરતી હોઉં છું. હું ગાંડાની જેમ સાહસિક કામ કરું છું. હું સ્કૂબા ડાઇવિંગ કરું છું, વાંચન કરું અને મોટા ભાગના સમયે ગાતી રહું છું. મારા જીવનનો મોટા ભાગનો સમય સ્ટૂડિયોમાં જ પસાર થાય છે. હવે મને મારી મનપસંદ રીતે જીવવું છે. તેથી જ મેં મારી યુટ્યૂબ ચેનલ ચાલુ કરવાનું પસંદ કર્યું છે.






