મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

97મા ઓસ્કારની એનાઉન્સમેન્ટ થઈ, જાણો ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો

મનોરંજનની દુનિયાના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કાર એવોર્ડ પર દરેકની નજર હોય છે. દરવર્ષે

97મા ઓસ્કારની એનાઉન્સમેન્ટ થઈ, જાણો ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકશો

મનોરંજનની દુનિયાના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કાર એવોર્ડ પર દરેકની નજર હોય છે. દરવર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોની આતુરતાથી રાહ જુએ છે. તાજેતરમાં, 10 માર્ચે 96મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી વર્ષ માટેની નવી ટાઇમલાઇન પણ બહાર પાડવામાં આવી છે. ચાલો જાણીએ કે વર્ષ 2025માં આપણે ક્યારે અને ક્યાં ઓસ્કાર જોઈ શકીશું.

આ પણ વાંચોઃ 

ઓસ્કાર 2025ની એનાઉન્સમેન્ટ

ઓસ્કારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. તેણે તેના એક્સ એકાઉન્ટ પર સંપૂર્ણ વિગતો શેર કરી છે. ઓસ્કારનો ફોટો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, 'માર્ક યોર કેલેન્ડર.' 97મો ઓસ્કાર 2 માર્ચ, 2025 રવિવારના રોજ યોજાશે. નોમિનેશન 17 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવશે. દર વર્ષની જેમ આવતા વર્ષે પણ ઓસ્કાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતમાં તમે તેને 3 માર્ચે સવારે 4થી 4:30 વચ્ચે લાઈવ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે આ વર્ષે ફિલ્મ 'ટુ કિલ અ ટાઈગર' એકમાત્ર એવી ભારતીય ફિલ્મ હતી જેને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, પરંતુ '20 ડેઝ ઇન મેરિયાપોલ' આ કેટેગરીમાં જીતી હતી.

96મા ઓસ્કારમાં 'ઓપેનહાઇમર'નો દબદબો

આ વખતે ઓસ્કાર એવોર્ડમાં ક્રિસ્ટોફર નોલાનની 'ઓપેનહાઇમર'નો દબદબો રહ્યો હતો. આ ફિલ્મને 13 નોમિનેશન મળ્યા હતા, જેમાંથી તેણે 7 એવોર્ડ જીત્યા હતા અને આ સાથે 'ઓપેનહાઇમર' આ વર્ષે સૌથી વધુ ઓસ્કાર જીતનારી ફિલ્મ બની હતી.

નોમિનીને મળે છે કરોડોની ભેટ

ઓસ્કાર વિજેતાઓ સિવાય નોમિનીને ગુડી બેગ આપવામાં આવે છે, જેની કિંમત કરોડોમાં છે. આ વર્ષે ગુડી બેગની કિંમત લગભગ 1.4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે બેગની અંદર 50થી વધુ વસ્તુઓ હતી. તેમાં ઘણી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ, લક્ઝરી વેકેશન, સ્કિન કેર પ્રોડક્ટ્સ અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી વસ્તુઓ પણ મળે છે.

આ સમાચાર શેર કરો