VIDEO: ‘Dhurandhar 2’ ના OTT રિલીઝ પર આવ્યું નવું અપડેટ, જાણો કયા મહિનામાં થઈ શકે છે રિલીઝ

રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર ધ રિવિંજ' અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. કેટલાક લોકોએ આ ફિલ્મ સિનેમાઘરોમાં જોઈ લીધી છે, જ્યારે કેટલાક લોકો તેની OTT પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ફિલ્મના OTT રિલીઝમાં હજુ સમય લાગી શકે છે. કેમ? ચાલો જાણીએ.
શા માટે થઈ રહી છે OTT રિલીઝમાં વિલંબ?
સામાન્ય રીતે બોલિવૂડની મોટી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થયાના 8 અઠવાડિયા પછી OTT પર રિલીઝ થઈ જતી હોય છે. જોકે, 'ધુરંધર 2' તેના ત્રીજા અઠવાડિયામાં પણ બોક્સ ઓફિસ પર મજબૂત પકડ જાળવી રાખી છે. આવી સ્થિતિમાં, મેકર્સ તેને ઉતાવળમાં OTT પર રિલીઝ કરવાના મૂડમાં નથી.
ક્યારે આવશે ફિલ્મ?
‘ધુરંધર’ ના રાઈટ્સ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સે ખરીદ્યા હતા, જ્યારે 'ધુરંધર 2' જિયોહોટસ્ટાર (JioHotstar) પર આવશે. ટ્રેડ એક્સપર્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, જિયોહોટસ્ટાર આ ફિલ્મને મે 2026 ના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન 2026 ના પ્રથમ અઠવાડિયામાં સ્ટ્રીમ કરશે. આવું એટલા માટે કારણ કે અત્યારે IPL ચાલી રહી છે અને જિયોહોટસ્ટાર પર કરોડો લોકો માત્ર IPL જોવા આવી રહ્યા છે. શક્યતા છે કે IPL ના કારણે ‘ધુરંધર 2’ ને જોઈતી ઓડિયન્સ ન મળી શકે.
નોંધ: હજુ સુધી મેકર્સ કે OTT પ્લેટફોર્મ તરફથી ફિલ્મના રિલીઝ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ એ નક્કી છે કે રણવીર સિંહની આ સ્પાય થ્રિલર ફિલ્મ જિયોહોટસ્ટાર પર જ આવશે.
બોક્સ ઓફિસ પર ઐતિહાસિક કમાણી
ગત 19 માર્ચ 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં કમાણીના નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. ફિલ્મે અત્યાર સુધી ભારતીય બોક્સ ઓફિસ પરથી 1,042.20 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ફિલ્મે 1,643 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

