Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Nana Patekar rejected this film despite getting 20 crores

15 દિવસના શૂટિંગ માટે મળી રહ્યા હતા 20 કરોડ રૂપિયા, છતાં Nana Patekar એ ફગાવી દીધી આ ફિલ્મની ઓફર

Timeછેલ્લું અપડેટ : 29 May 2025
લાઇવ ટીવીGoogle News
15 દિવસના શૂટિંગ માટે મળી રહ્યા હતા 20 કરોડ રૂપિયા, છતાં Nana Patekar એ ફગાવી દીધી આ ફિલ્મની ઓફર

નાના પાટેકર (Nana Patekar) એ એસએસ રાજામૌલીની 'SSMB 29' માં કામ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ ફિલ્મ આશરે 1000 કરોડના બજેટમાં બની રહી છે. તેમાં ફક્ત 15 દિવસના શૂટિંગ માટે નાના પાટેકર (Nana Patekar) ને 20 કરોડ રૂપિયાની ઓફર થઈ હોવાનું કહેવાય છે. 

App Store

જોકે, નાના (Nana Patekar) એ રોલ પસંદ ના હોવાનું કારણ જણાવીને વિનમ્રતાથી ઓફર ઠુકરાવી દીધી છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા તથા પૃથ્વીરાજ સુકુમારન સહિતના કલાકારોની આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ થઈ ગયું છે. હૈદરાબાદમાં  શૂટિંગ  પૂરું કર્યા પછી ફિલ્મની ટીમ ઓડિસા ગઈ હતી. 

રાજામૌલીએ ગયા વરસે નાના પાટેકર (Nana Patekar) નો સંપર્ક કર્યો  હતો. નાના (Nana Patekar) સાથે વાતચીત કરવા ફિલ્મ સર્જક હૈદરાબાદથી નાના પાટેકર (Nana Patekar) ના પુણેના ફાર્મહાઉસ પહોંચ્યો હતો. જ્યાં તેણે નાના પાટેકરને સ્ક્રિપ્ટ સંભળાવી હતી. જોકે, નાનાએ રોલ પસંદ નહીં હોવાનું જણાવી દીધું હતું.